કાર્યવાહી:બોલો, બાઇક ચાલકને સીટ બેલ્ટ બાંધ્યા વગર વાહન હંકારવાનો દંડ ફટકારાયો

કોસંબા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોસંબા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક બાઈક ચાલકને સીટ બેલ્ટ વગર વાહન ચલાવવા બાબતે આરટીઓ મેમો આપ્યો હોય, જે રસીદ સોસિયલ મીડિયામાં પૂરજોશમાં વાયરલ થયું છે. કોસંબા પોલીસ દ્વારા ઋષીકેશ જગદીશ વળવી નામના એક યુવકને કુંવરદા સર્કલ પાસે આરટીઓ મેમો આપવામાં આવ્યો હતો. જેમાં મોટરસાઈકલ ચાલકને સીટબેલ્ટ વગર વાહન ચલાવવા બદલ કોસંબા પોલીસને દંડ ફટકારવામાં આવ્યો હતો. કોસંબા પોલીસની કામગીરીની બેદરકારી સામે આવી હતી. આ મેમાની રસીદ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની નિષ્ક્રિયતા અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી.

પોલીસ કર્મચારી દ્વારા વાહનના પ્રકારમાં બજાજ પલ્સર અને વાહનનો નંબર સ્પષ્ટ પણે જોવા મળે છે. જ્યારે નીચે આરટીઓ ચલણમાં 22 જેટલા નિયમ ભંગની કોલમ લખી હોય. જેમાં એક નંબરની કોલમ વાહન ચાલક લાયસન્સ વગર વાહન ચલાવે તેની, 3 નંબરની કોલમમાં વાહન ચાલક પાસે કાગળ નથી તેની, 6 નંબરમાં વાહન ચાલકે હેલ્મેટ પહેરેલ નથી, 7નંબરની કોલમાં પીયુસી કાગળ નથી, 11 નંબરની કોલમાં વાહન રોકવાનો ઈશારો કરેલ છતાં ભાગી જવાનો પ્રયત્ન કરેલ હોવાની કોલમમાં ટીક મારવામાં આવી છે. જ્યારે 12 નંબરની કોલમમાં સીટબેલ્ટ વગર વાહન ચલવવું એ કલમ પર ટીક મારેલ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...