સમસ્યા:સાવા પાટિયા ઓવરબ્રિજ અકસ્માત ઝોન

કોસંબા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવા પાટિયા ઓવર બ્રીજ નો જોખમી છેડો અને તેના કારણે સર્જાયેલા અકસ્માત - Divya Bhaskar
સાવા પાટિયા ઓવર બ્રીજ નો જોખમી છેડો અને તેના કારણે સર્જાયેલા અકસ્માત
  • ડિવાઈડર નજરે ન ચઢતાં બે ટ્રકો ડિવાઈડર પર ચઢી પલટી મારી, અનેક અકસ્માતની ભરમાર

માંગરોળ તાલુકાના સાવા પાટિયા પર બનેલા ઓવરબ્રિજના બંને તરફના શરૂઆતના છેડા પર સર્વિસ રોડ અને ઓવરબ્રીજની વિભાજીક કરતાં ડિવાઈડર ઉપર રિફલેક્ટર કે દિશા સૂચક બોર્ડ મુક્યા ન હોય. વાહનચાલકો ઓવરબ્રિજ પર જવુ કે સર્વિસરોડ પર ઉતરવું જેની ગડમથલમાં અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. એકી રાત્રે બે ટ્રક રાત્રિના અંધારામાં થોડાથોડા સમયાંતરે અમદાવાદથી મુંબઈ જતાં ઓવરબ્રિજના શરૂઆતના ડિવાઈડર ઉપર ચઢીને પલટી મારતાં અકસ્માતો સર્જાયા છે. રિફલેક્ટરોના વાંકે આવા અકસ્માતો સામાન્ય બનાતાં તંત્રની બેદરકારીને કારણે આમજનતાં ભારે રોષની લાગણી જન્મી છે.

અકસ્માતનું કેન્દ્ર બનેલા સાવા પાટિયા ઓવરબ્રીજ ઉપર સેંકડો લોકોની જિંદગી ગયા બાદ અંતે ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ઓવરબ્રિજ પણ હવે અકસ્માતનું કારણ બની રહ્યો છે. ઓવરબ્રિજ બનાવનાર એજન્સીએ કામમાં ઉતારેલી વેઠ જગ જાહેર છે. એજન્સી પાસેથી યોગ્ય કામ લેવામાં નેશલન હાઈવે ઓથોરિટી પણ ઉણી ઉતરી છે. હાઈવે ઉપર વાહનોની સલામતી માટે જરૂરી જગ્યાએ રિફલેક્ટર મારવા, દિશા સૂચક બોર્ડ મુકવા, વાહનચાલકોને સાવધાન કરવા માટે પટ્ટા પાડવા, વગેરે કામ કરવામાં એજન્સીએ કચાસ રાખી હોય.

ઓવરબ્રિજના શરૂઆતમાં જે ડિવાઈડર સર્વિસ રોડ અને ઓવરબ્રિજ જુદા પાડવા માટે અને ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને દેખાય તેવા રિફલેક્ટર, બોર્ડ વગેરે જેવા સલામતીની ચિન્હો મારવામાં આવ્યા નથી. જેથી કરીને રાત્રિના પુરપાટ ઝડપે આવી ચઢતાં વાહનોને સર્વિસ રોડ અને ઓવરબ્રિજને વિભાજીત કરતાં ડિવાઈડર રાત્રિના અંધારામાં દેખાતા નથી. તેની ઉપર વાહનચાલકો પોતાના વાહનો ચઢાવી દેતા અકસ્માતો સર્જાય રહ્યાં છે.

શનિવાર રાત્રિના બે ટ્રકો થોડા થોડા સમયાંતરે આ પ્રકારે રાત્રિના અંધારામાં રોડનું જજમેન્ટ ન લેવાતાં ડિવાઈડર પર ચઢીને અકસ્માતનો ભોગ બની હતી. આવા અકસ્માતમાં આ પ્રમાણે છાસવારે આ જગ્યાએ સર્જાય રહ્યાં છે. ઓવરબ્રિજનું કામ કરનાર એજન્સીએ જરૂરી સલામતીના પગલાં ભર્યા ન હોય. તેના કારણે સર્જાતા અકસ્માતથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રિફલેક્ટર તેમજ બેરીકેટ વાહનચાલકોની સલામતી માટે મુકવામાં આવ્યા નથી
ભરૂચ તરફથી આવતાં અથવા સુરતથી અમદાવાદ તરફ જતા માર્ગ ઉપર જ્યારે એક રોડ ઓવરબ્રિજ પર ચઢે છે અને બીજો રોડ સર્વિસ રોડ પર આવે છે. તે જગ્યાએ રોડ વિભાજીત થાય છે ત્યાં રાત્રિના વાહનોની લાઈટમાં ચમકે તેવા રિફલેક્ટર તેમજ બેરીકેટ વાહનચાલકોની સલામતી માટે મુકવામાં આવ્યા નથી. જેથી વાહનચાલકો આ જગ્યાએ છાસવારે અકસ્માતને ભેટે છે. જેથી અમારી માગ છે કે વહેલી તકે બ્રિજને સલામત બનાવવા માટે જરૂરી જગ્યાએ દિશા સૂચક બોર્ડ અને રિફલેક્ટર મુકવામાં આવે. >કેતન ભટ્ટ, સામાજિક આગેવાન

અન્ય સમાચારો પણ છે...