તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ખૂંખાર નક્સલી જ્યાં કામ કરતો હતો તે કંપની સામે પણ કાર્યવાહીની તજવીજ

કોસંબા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કર્મચારીની વિગતો પોલીસમાં જમા ન કરાવી સંચાલકે બેદરકારી દાખવી હતી

માંગરોળ તાલુકાના મહુવેજ ગામની સીમમાં આવેલી ફેડરીલ ટેક્સટાઈલ પાર્કની અંદર આવેલ કુસુમઘર ફેક્ટરીમાંથી ઝારખંડનો ખુંખાર નકસલી પકડાવાની ઘટનામાં કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. કંપની દ્વારા પોલીસ સ્ટેશનમાં કામદારોની માહિતી જમા કરાવી ન હોય. પોલીસે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે.

મહુવેજ ગામની હદમાં ફેડરીલ ટેક્સટાઈલ પાર્કમાં આવેલ કુસુમઘર પ્રા. લિ.માંથી અનેક ગુનામાં સંડોવાયેલો અને ગુજરાતમાં આવીને છેલ્લા 7 વર્ષથી સંતાયેલા ખુંખાર નકસલી ગુડ્ડુસિંહની ધરપકડ કરી હતી. કુસુમઘર ફેક્ટરીના વાપી તેમજ ત્યાબાદ કોસંબા પ્લાન્ટમાં આર્મી માટે બનતા બુલેટપ્રુફ જેકેટ અને હેલ્મેટમાં વપરતા કાપડનું ક્વોલીટી મેન્ટેન કરવાનું કામ કરતાં આ નકલસલવાદીને કારણે કંપનીની બેદરકારીથી રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતાં. આ ઉપરાંત આ કંપનીએ પોતાને ત્યાં કામ કરતાં કામદારોના પોલીસમાં માહિતી પણ જમા કરાવી ન હોય. તે પણ એક જાહેરનામા ભંગનો ગુનો થતો હોય. નકસલવાદીની ધરપકડ થયા બાદ પોલીસે આ દિશામાં તપાસ કરતાં કંપનીની બેદરકારી સામે આવી છે. કોસંબા પોલીસે કંપનીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું મન મક્કમ બનાવી લીધુ છે. આવનારા દિવસોમાં પોલીસ ક્યારે ફરિયાદ દાખલ કરે તે જોવું રહ્યું ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો