કાર્યવાહી:ભંભોરા પાટિયા પાસે જ્વલનશીલ પ્રવાહી વેચતા ત્રણ સામે કાર્યવાહી

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પીપોદરા ગામે ભંભોરા પાટિયા પાસે ગોડાઉનમાં ગેરકાયદે રીતે જ્વલન સીલ પ્રદાર્થો રાખી તેનું વેચાણ કરતાં હોવાની બાતમી મળતાં પોલીસે મારૂતિવાન કેરબામાં ભરેલ જ્વલશીલ પ્રદાર્થન જથ્થો મળી કુલે 2 લાખથી વધુનો મુદ્દામાલ કજબે કરી ત્રણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ બી. કે. ખાચરને બાતમી મળી હતી કે માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ભંભોરા પાટિયા પાસે આવેલ રણછોડ નગરની અંદર ભરવાડવાસની પાસે એક ગોડાઉનમાં ગેરકાયદે રીતે જ્વલશીલ પ્રદાર્થ રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમી આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં પોલીસને એક મારૂતિવાન (GJ-05CQ-9528)મળી આવી હતી. જેમાં પોલીસને કારબામાં ભરેલ 1600 લિટર જેટલું જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું.

પોલીસે વધુ તપાસ કરતાં ગોડાઉનમાંથી વેચાણ કરવાના ઈરાદે રાખેલ વધુ 1600 લિટર જ્વલન સીલ પ્રવાહી મળી આવતાં પોલીસે કુલ 1,17,000નું પ્રવાહી, બે ઈલેક્ટ્રીક મોટર, બે પાઈપ, ખાલી બેરલ કુલ મળીને 2.85 લાખનો મુદ્દામાલ તેમજ 18000 રૂપિયા રોકડા મળી 3,02,000નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. પોલીસે આ ગેરકાયદે જ્વલન સીલ પ્રદાર્થને કોઈપણ સલામતી વગર વેચાણ કરતાં દીપકભાઈ કાંતિલાલ ગોંડલિયા તેમજ યશભાઈ મહેન્દ્રભાઈ ચોટલિયા (બંને રહે. અમરોલી)ની ધરપકડ કરી તેમની સાથે ધંધામાં સામેલ જીગરભાઈ (રહે. વાવ)ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...