કાયદેસરની કાર્યવાહી:પરવાનગી વિના જ પંપનું સીલ તોડી બાયોડિઝલ વેચતા 2 સામે કાર્યવાહી

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોસંબા પોલીસે ધામરોડ ગામની સીમમાં મામલતદાર દ્વારા સીલ કરેલા બાયોડિઝલના પંપને ગેરકાયદે રીતે સીલ તોડી વાહનોમાં બાયોડિઝલ ભરતાં બે ઈસમને ઝડપી પાડી કોસંબા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોસંબા પોલીસે ગેરકાયદે રીતે ધમધમતા બાયોડિઝલના પંપોને સદંતર બંધ કરવાનું અભિયાન ચલાવ્યું છે. થોડા દિવસ પહેલા ટેન્કરમાં જ્વલસીલ પ્રદાર્થ ભરી વાહનોમાં ભરતાં ત્રણ ટેન્કરને જપ્ત કર્યા હતાં.

આ બાદ રાત્રી દરમિયાન બાયોડીઝલનો વેપલો ગેરકાયદે ચાલતો હોય.​​​​​​​ કોસંબા પોલીસે માંગરોળ તાલુકાના ધામરોડ ગામે જીઈબી સબસ્ટેશનની સામે અમદાવાદથી મુંબઈ તરફ જતા નેહા નં 48ની બાજુમાં એમાઈ બાયોડિઝલ પંપ પર બાતમીને આધારે રેડ કરતા તે પંપ પર આવતા જતા વાહનોમાં બાયોડિઝલ હોવાનું જણાવી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર ગેરકાયદે બાયોડિઝલ પુરતા હોવાનું જણાય આવ્યું હતું. આ એમઆર પંપને અગાઉ પણ મામલતદાર માંગરોળ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. આ ઈસમોએ સીલ તોડી જપ્ત કરેલ જથ્થાને ગેરકાયદે રીતે વેચતા હોય.

પોલીસે ગેરકાયદે વેચાણ કરતાં ઝુબેર યુસુફ શાહ (19) (રહે. જૂના કોસંબા, ઈદગાહ ફળિયું) અને ઈસ્માઈલ હુશેન કાળુ (રહે. મુસ્લિમ સોસાયટી ગોધરા)ની ધરપકડ કરીહતી. જ્યારે આ એમઆર બાયોડિઝલ પંપનો વેપલો અકબર અખ્તર શેખ (રહે. કોસંબા ઈદગાહ ફળિયું) કરતો હોવાનું પોલીસે તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...