સુરત જિલ્લા એસઓજી દ્વારા પીપોદરા કીમ વગેરે જીઆઈડીસી વિસ્તારમાંની ફેક્ટરીમાંથી યાર્ન, મોટર ચોરીના ત્રણ ગુનાઓમાં છ વ્યક્તિની ધરપકડ કરી છે. તેમના સાથીદાર 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ 9.94 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. કોસબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા3-4 મહિના દરમિયાન પીપોદરા જીઆઈડીસીના ગોડાઉનમાંથી તેમજ અન્ય એક ગોડાઉનમાંથી યાર્નના ગોળાઓની ચોરી થઈ હતી.
આ ઉપરાંત સાહલોન કંપનીમાંથી મોટરોની ચોરીની ઘટનામાં સુરત જિલ્લાએસઓજીના એએસઆઈ કિરણસિંહ, હેકો રણછોડભાઈ, પોકો. આશીફખાનને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે નેશનલ હોટલ કીમ ચાર રસ્તા પાસે આ ચોરીમાં સડોવાયેલા કેટલાક ઈસમો મુદ્દામાલને સગેવગે કરવાની ફીરાકમાં છે. પોલીસે બાતમીને આધારે છોટાહાથી ટેમ્પોમાં સવાર છ ઈસમોને ઝડપી પાડ્યા હતાં, અને તેમની પૂછતાછ કરતાં તેમણે પીપોદરા અને કીમ ચારરસ્તા વિસ્તારમાં ત્રણ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી.
પોલીસે ચોરી થયેલા 199 ગોળા કિંમત 4.77 લાખ, 48 હજારની સકિંમત 16 મોટર તેમજ 95 કિલો કેબલ કિંમત 620000 રિકવર કર્યા હતાં. પોલીસે તેમની પાસેથી 3 મોબાઈલ કિંમત 6000રૂપિયા, ચોરીના ઉપયોગમાં લેવાતો છોટાહાથી ટેમ્પો (GJ-05BD-487) કિંમત 4 લાખ મળી કુલે 4,94,000 કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે તેની સાથે સમગ્ર ઘટનાના માસ્ટરમાઈન્ડ એવા લક્ષમણ ઉર્ફે રમેશ નગરીયાભાઈ વસુનિયાને ઝડપી પાડ્યો હતો.
આ લક્ષ્મણ દીવસ દરમિયાન ઔદ્યોગિક વિસ્તારમાં મજૂરી કામ કરવાના બહાને રેકી કરી ગોડાઉન તેમજ કપનીમાં રાખેલ માલ સામાનને જોઈ પોતાના અન્ય સાગરિતો સાથે ભેગા મળીને રાત્રી દરમિયાન ચોરી કરી ચોરીનો સામાન છોટા હાથી ટેમ્પોમાં ભરી ચોરીને અંજામ આપતાં હતાં.
પોલીસે તેની સાથે તેના સાગરીતો રમણ ઉર્ફે રમેશ વીરસિંગ વીડોર (હાલ રહે. પીપોદરા, મૂળ રહે. દાહોડ) છબીલ દલાભાઈ બારિયા (રહે. પીપોદરા, મૂળ, દાહોદ), નરેશ ઉર્ફે ટીટો ગોરાસિંગ (હાલ રહે. પીપોદરા, મૂળ રાજસ્થાન), નિલેશ ઉર્ફે લુલો જેમાલ (હાલ રહે. પીપોદરા, મૂળ રાજસ્થાન) મહંમદતોફીક સૈયદ (રહે. સચીન સુરત મૂળ રહે. હરિયાણા)ની ધરપકડ કરી હતી. તેમને પૂછતાછ દરમિયાન તેમણે સુરત રહેતા ફારૂક તેમજ સાયણમા રહેતા સત્તાર અને ચિરાગનામના ઈસમો પણ ચોરીમાં ભાગીદાર હોવાની કબૂલાત કરતાં આ ત્રણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.