તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પીપોદરા GIDCમાં ઓફિસનો દરવાજો તોડી 1.75 લાખ રોકડ, ચાંદીની ચોરી, તસ્કરો સીસીટીવીમાં કેદ થયા

કોસંબા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલ જીઆઈડીસીમાં સ્થિત ટેમ્પો ગલીમાં આવેલ ફેક્ટરીમાં રવિવાર રાત્રિના ચડ્ડીબનિયાનધારી ગેંગે ખાતર પાડ્યું હતું. ઓફિસનો દરવાજો તોડી ઓફિસમાં મુકેલ રોકડ અને ચાંદીની લગડીની ચોરી કરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

પીપોદરા જીઆડીસીમાં આવેલ ટેમ્પા ગલીમાં રોનક ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીની ઓફિસના દરવાજાના તાળા તોડી ચારથી વધુ ચોર ઈસમો ઘૂસ્યા હતાં. જ્યાં ઓફિસમાં ખાનામાં પડેલા 1,75,000 રોકડા અને ચાંદીની લગડીની ચોરી કરી ગયા હતાં. સવારે કંપનીના સંચાલકો જ્યારે પોતાની કંપની પર આવ્યા હતાં ત્યારે ઓફિસના દરવાજા ખુલ્લા હતાં અને અંદર સામાન વેરવિખેર પડ્યો હતો. અંદર તપાસ કરતાં ખાનામાં રાખેલ રોકડ રકમ તેમજ ચાંદની લગડી ગાયબ જણાય હતી. ચોરીની આશંકાએ ઓફિસમાં લાગેલા સીસીટીવી ચકાસતા તેમાં રાત્રીના ચારથી વધુ ચોર ઈસમો ઓફિસમાં પ્રવેશી ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતાં. આ અંગે કંપનીના સંચાલક દિક્ષિત પટેલે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...