તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ઉટીયાદરામાં બુલેટ ટ્રેન માટે કપાતી જમીનના ભાવ નવી જંત્રી પ્રમાણે ચૂકવો

કોસંબા9 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોસંબાને અડીને આવેલા ભરૂચ જિલ્લાના ઉટીયાદરા ગામમાંથી પસાર થતી બુલેટ ટ્રેનમાં સંપાદન થયેલી જમીનનું જવી જંત્રી બનાવી તે પ્રમાણે વળતર ચૂકવવાની બાબતમાં ભરૂચ જિલ્લાના સરકારી અધિકારીઓ આનાકાની કરી ખેડૂત સાથે ઓરમાયું વર્તન કરી રહ્યાં છે. જે બાબતે સરકાર સમક્ષપણ ખેડૂતોએ નવસારી, સુરત જિલ્લાની માફક જંત્રીમાં સુધારો કરી ચૂકવણું કરવાની માંગણી કરી રહ્યાં છે.

બુલેટ ટ્રેન બાબતે હાલ જમીન સંપાદનની કામગીરી હાથ ધરાઈ રહી છે. જંત્રીમાં સુધારો કરી જંત્રી વધારી નવસારીના 28 ગામો તેમજ સુરત જિલ્લામાં જંત્રી વધારી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઉટીયાદરા ગામ જે કોસંબાની નજીક આવ્યું છે. તેના ખેડૂતો પણ સુરત અને નવસારી જિલ્લાની જેમ જંત્રી વધારીને વળતર ચૂકવણું કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં છે. જે માંગણી માટે તેમણે મહેસુલમંત્રી કલેક્ટર તેમજ ધારાસભ્યને રજૂઆતો પણ કરી છે.

સરકાર અને ધારાસભ્યો દ્વારા અધિકારીને નવી જંત્રીનો અમલ કરવા સૂચના આપી હોવા છતાં પણ સરકારી અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યાં છે. કોઈપણ જાતની એવોર્ડની રકમ નવી જંત્રી મુજબ ચૂકવતા નથી. થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીનાપ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા નવસારી ખાતે કાર્યક્રમમાં મંચ ઉપરથી જાહેરાત કરી હતી કે ભરૂચ જિલ્લાની જંત્રી પણ નવસારી જિલ્લાની જંત્રી ચૂકવવામાં આવશે. પરંતુ આજદિન સુધી અધિકારીઓએ નવી જંત્રી પ્રમાણે એવોર્ડ ચૂકવવા માટે કોઈ તસ્દી લીધી નથી. ફરી એકવાર ઉટીયાદરાના ખેડૂતોએ નવી જંત્રી મુજબ એવોર્ડની રકમ ચૂકવવાની માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો