તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકા તંત્ર વામણું:તરસાડીમાં ડેન્ગ્યૂનો રોગચાળો વકર્યો

કોસંબા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

તરસાડી નગરપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુ રોગના કેસ વધી રહ્યા હોવ છતાં, નગર પાલિકાનું તંત્ર વધતા જતા ડેન્ગ્યુના કેસ સામે સફાઈ તેમજ દવાના છંટકાવ અને મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે ફોગિગ કરવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે.

હાલ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે નગરમાં ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને મહાદેવ નગર સોસાયટીમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો છે. ગાયત્રી નગર અંબિકાનગર દાદરી ચિસ્તી નગર વિસ્તારમાં પણ ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે તરસાડીના મેડિકલ ઓફિસર દ્વારા લેખિતમાં તરસાડી ચીફ ઓફિસરને દવાનો છંટકાવ તેમજ ફોગિગ્ કરાવવા જાણ કરી હોવા છતાં પાલિકામાં હજુ સુધીને સંપૂર્ણ વિસ્તારને ફોગીગમાં આવરી લેવાયો નથી.

મહાદેવ નગરમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ હોય હજુ સુધી પાલિકા દ્વારા ત્યાં ફોગીગ્ કરાયું નથી. જે અંગે ચીફ ઓફિસર મિતલ બેનને ટેલિફોનિક પૂછતાછ કરતાં તેમણે મહદેવ સોસાયટીમાં ફોગીગ કરાયો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ નગર સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે મહાદેવ નગરમાં સુધી ફોગીંગ કરવામાં આવ્યું નથી. તરસાડી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને ફોન કર્યા બાદ મહાદેવનગરમાં તરસાડી નગર પાલિકાની ટીમ બગડેલા ફોગિંગ મશીન સાથે પહોંચી હતી. તરસાડી નગર પાલિકાના કર્મચારીઓ સામે માત્ર રહીશોએ તેમની ઢીલી નીતિ સામે રોષ પ્રગટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...