મતદાન:કોસંબા મર્કન્ટાઇલ કો.ઓ.બેંકની ચૂંટણીમાં માત્ર 36 ટકા મતદાન

કોસંબા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના કોસંબા પંથકમાં વેપારી અને સભાસદો દ્વારા કાર્યરત 21000થી વધુ સભાસદ મતદાર ધરાવતી કોસંબા મર્કન્ટાઇલ કો.ઓ. બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની આજરોજ યોજાયેલ ચૂંટણીમાં માત્ર 36 ટકા જેટલું નિરશ મતદાન થયું હતું. કોસંબા મર્કન્ટાઇલ કો.ઓ. બેંકની આગામી 5 વર્ષ માટેની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે આજરોજ 15 સીટ પર મતદાન યોજાયું હતું.

જેમાં સવારથી લઈ સાંજ સુધીમાં 21400થી વધુ મતદારો માંથી 7636 જેટલા સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં સત્તાધારી ડો. નટવરસિંહ આડમારની સહકાર પેનલ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પરિવર્તન પેનલે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આજરોજ થયેલા મતદાનમાં 30 જેટલા ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થયા છે. રવિવારના રોજ મતગણતરી થયા બાદ બંને પક્ષો દ્વારા થયેલા જીતના દાવા કોના સાચા પડશે તે જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...