તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
2018માં માંગરોળ તાલુકાના દિણોદ ગામે મુસ્લિમ ધર્મ વિશે બીભત્સ ટીપ્પણી કરનારને કોસંબા પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેને પાઠ ભણાવવા માટે કોસંબા પોલીસ સ્ટેશનને ઘેરી લીધો હતો. જેમાં દાખલ થયેલી ફરિયાદમાં કોસંબા પોલીસે વધુ એક આરોપીને જેલને હવાલે કર્યો છે.
પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાના દિણોદ ગામે એક ફેક્ટરીમાં કામ કરતાં એક યુવકે મુસ્લિમ ધર્મ વિરુદ્ધ આપત્તી જનક વોટ્સઅપ મેસેજ ફરતાં કર્યા હોવાની ઘટનામાં આરોપી યુવકને કોસંબા પોલીસ પકડી લાવી હતી. આરોપીને જેલમાં પુર્યો હતો ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી બાનમાં લીધુ હતું. અને આરોપીને મારમારવાની કોશીશ કરી હતી. તેમજ પોલીસ સ્ટેસનમાં નુકસાન કર્યું હતું.
આ ગુનામાં કોસંબાપોલીસે દાખલ કરેલી ફરિયાદમાં ગત રોજ એક આરોપીને ઝડપી પાડ્યા બાદ વધુ એક આરોપી શાકીબ ઉર્ફે શાકીર અક્રમ આરફ (રહે. નિશાળ ફળિયું, હથોડા)ની ધરપકડ કરી તેને જેલને હવાલે કર્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.