માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામે સત્યમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાર પ્લોટ ધારકોએ પોતાના પ્લોટની પાસે લાગુ પડતાં સોસાયટીના કોમન ઓપન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી જમીન પચાવવાનો બદ્દ ઈરાદો ધરાવી કોમન પ્લોટમાં શેડ બાંધી જમીન પચાવી પાડવા માટે ગેરકાયદે કબજો કરતાં સોસાયટીના અન્ય એક પ્લોટ ધારકે કોમન પ્લોટ પચાવી પાડવનાર ચાર વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે.
માંગરોળ તાલુકાના મોટી નરોલી હદ વિસ્તારમાં બ્લોક નં 205 તથા 207 વાળી બિનખેતીની જમીનમાં આવેલસત્ય ઈન્ડસ્ટ્રીય એસ્ટેટમાં પ્લોટ ધારક પ્રફુલભાઈ મધુભાઈ ભંડેરીએ પોતાની સત્યમ ઈન્ડસ્ટ્રીય એસ્ટેટમાં આવેલ અન્ય પ્લોટ ધારકો જેમાં કાંતાબહેન દામજીભાઈ ભાલોડીયા (રહે. મહાલક્મી સોસાયટી કામરેજ ચાર રસ્તા) જેમનો પ્લોટ નં 6 અને 7 આવેલ હોય. તેની સામેની ખુલ્લી સોસાયટીની માર્જીનની કોમન ઓપન પ્લોટમાં તેમણે પતરાનો શેડ બનાવી માટી, રેતીનો સ્ટોક કરી બાજુમાં આવેલ 30 ફૂટનો રસ્તો બિનઉપયોગી રાખી વપરાશ ન કરી પતરાની આડાશ કરી છે.
જે આડાશ પાછળ અસ્મિતાબહેન ધૂસાભાઈ પાનસુરિયા જેમનો 159થી 161 નંબરના પ્લોટ આવેલ હોય. તેની દક્ષિણમાં મનીષભાઈ હંસરાજભાઈ પાઘડરના અને મહેશભાઈ કમરસીંહભાઈ કઠરિયાના પ્લોટ નં 199થી 202 તેમજ 211થી 214 આવેલ છે. જે પ્લોટની પશ્ચિમ દિશાએ ખુલ્લી જમીન આવેલ છે. જેમાં જાહેરાતનું કિરણ હોસ્પિટલનું બેનર લગાવી ગેરકાયદે કબજો જમાવેલ છે. આ ચારેય ભેગા મળીને પોતાની આજુબાજુમાં આવેલ સોસાયટીના કોમન ઓપન પ્લોટમાં ગેરકાયદે રીતે કબજો જમાવ્યો હતો.
જે કબજો ખાલી કરવા માટે પ્રફુલભાઈએ તાલુકા વિકાસ અધિકારી માંગરોળ, મામલતદાર માંગરોળ સહિત સરકારી વિભાગને લેખિત ફરિયાદ કરી છે.જેમાં માંગરોળ મામલતદાર દ્વારા દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેના આધારે ગ્રામ પંચાયત મોટી નરોલી દ્વારા આ દબાણકર્તાઓને દબાણ દૂર કરવા માટે નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં પણ આ લોકોએ પોતાનું ગેરકાયદે દબાણ ન છડોતાં અંતે પ્રફુલભાઈએ કોસંબા પોલીસ સ્ટેશનમાં દબાણકર્તાઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એન્ટ હેઠળ ફળિયાદ કરી છે. પોલીસે દાખલ થયેલા ગુનાના કામ માટે ચાર આરોપી પૈકી મનીષભાઈ હંસરાજ પાઘડારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.