ભાસ્કર વિશેષ:તરસાડી નગરના પ્રવેશ દ્વારે બંધ કરેલો રસ્તા પર રિફ્લેકટર નહી મુકતા જોખમી, અવાર નવાર અકસ્માત

કોસંબા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કર વિશેષ | 15 દિવસ દરમિયાન બેથી ત્રણ અકસ્માતના બનાવ બન્યા છે

તરસાડી નગરના મુખ્ય માર્ગ ઉપર ઓવરબ્રીજથી તરસાડી નગર તરફ આવીએ તે રોડ ઉપર નગરપાલિકા દ્વારા આકર્ષક અને કલાત્મક ભવ્ય પ્રવેશવાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ નિર્માણ કરવા માટે જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે. તે કોન્ટ્રાક્ટર દ્વારા તરસાડી નગરથી ઓવર બ્રિજ તરફ જતા રસ્તા ઉપર હાલ પ્રવેશ દ્વારનો સ્લેબ ભરવા માટે કામ ચાલુ છેલ્લા 15 દિવસથી કર્યું હોય આ રસ્તા ઉપર ટેલીફોન એક્સચેન્જની સામે રસ્તો બંધ કરવા માટે લોખંડની ડિવાઇડરની રેલિંગ મૂકીને હંગામી ધોરણે બંધ કર્યો છે.

આ બેરીકેટિંગ સલામતીના કોઈપણ નિયમોને પાલન કરીને કરવામાં આવ્યું નથી. રાત્રિ દરમિયાન આ બેરિકેટિંગ વાહન ચાલકોને દેખાતું ન હોય 15 દિવસ દરમિયાન બેથી ત્રણ વખત વાહન ચાલકો રાત્રિ દરમિયાન આ બેરીકેટિંગ સાથે અથડાયાના બનાવ બન્યા છે. નિયમ પ્રમાણે રસ્તો બંધ કરવાના હોય અને એ રસ્તા ઉપર બેરીકેટિંગ કરવાનું હોય તો બેરીકેટિંગની ઉપર રાત્રિના દેખાય તેવા રિફ્લેકટર અથવા લાઈટો મારવાની હોય છે, અને ડાયવર્ઝનનું બોર્ડ મારવાનું હોય છે.

જેથી રાત્રી દરમિયાન વાહનોની લાઈટથી આ બેરીકેટિંગ સ્પષ્ટ પ્રમાણે જોઈ શકાય પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા બચાવવાની બેરીકેટિંગ ઉપર કોઈપણ જાતના રિફ્લેકટર મારવામાં આવ્યા નથી અને રસ્તો બંધ હોવાના ડાયવર્ઝનના બોર્ડ માર્યા નથી. જેથી આ ડેલિકેટિંગ વાહન ચાલકો માટે સમસ્યા રૂપ થઈ રહ્યું છે.

હાલ વાહન ચાલકો રાત્રી દરમિયાન ઘણી વખત આ બેરિકેટિંગ સાથે અથવા તો છે, પરંતુ કોઈ પણ જાતનો ગંભીર અકસ્માત નોંધાયો નથી તો શું કોન્ટ્રાક્ટર કોઈ ગંભીર અકસ્માત થાય તેની રાહ જોઈ બેરિકેટિંગ કરી રહ્યા નથી. તરસાડી નગરપાલિકા આ બાબતે કોન્ટ્રાક્ટરના કાન ખેંચે અને વાહન ચાલકોની સલામતી માટે બેરીકેટિંગ ઉપર રિફ્લેકટર અને લાઈટો લગાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...