ધરપકડ:કોસંબા બ્રિજ નીચે મોબાઇલ સ્નેચિંગ કરનારો પકડાયો, પોલીસે 10 મોબાઈલ સાથે 1.46નો મુદ્દામાલ કબજે કર્યો

કોસંબા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોસંબા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઓવરબ્રિજ નીચેથી મોબાઈલ સ્નેચિગ કરનાર ચોરને ઝડપી પાડી 1.46 કિંમતના 10 મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા ઈસમની ઉલટ તપાસ કરતાં તેણે 3 કોસંબા પોલીસ સ્ટેશન અને ભરૂચ અને સુરત રેલવે ગુનાની કબૂલાત કરી હતી. તેમજ આ આરોપી 2015થી ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. કોસંબા તરસાડી રેલવે ઓવરબ્રિજની નીચે મોબાઈલ ઉપર વાત કરતાં ચાલતા જતાં મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા 16 વર્ષીય કિશોર તીર્થ કુમાર મનોજકુમાર ફણસિયાના હાથમાંથી મોટરસાઈકલ (GJ-19AQ-3823) પર સવાર બે અજાણ્યા ઈસમે જેની ઉંમર 23થી 24 વર્ષની હતી.

11 હજારની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ તીર્થના હાથમાંથી ઝૂંટવીને ભાગી છૂટ્યો હતો. આ ગુનાની તપાસમાં કોસંબા પીઆઈ કરણસિંહ ચુડાસમા તેમજ પોકો હેમાશું રશ્મીકાંતને બાતમી મળી હતી કે કોસંબા ઓવરબ્રિજની નીચે તીર્થનો મોબાઈલ ચોરી કરનાર ચોર ઈસમો પોતાની બાઇક લઈને આવનાર છે.

પોલીસે બાતમીને આધારે તાહીર ઉર્ફે શાહરૂખ આસીફખાન પઠાણને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. કોસંબા પોલીસે ફરિયાદીનો મોબાઈલ સહિત અન્ય 1,35,000ની કિંમતના 9 મોબાઈલ અને અન્ય એક 1 મળી 1,46,000ના મોબાઈલ કબજે કર્યા હતાં. તેની સાથે આ ગુનામાં ચિસ્તી નગર દાદરી ફળિયામાં રહેતા નઝીમ ઉર્ફે બાબ મીનાઝભાઈ શેખ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હાલ તાહીરની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સ્નેચર અનેક ગુનામાં સંડોવાયેલો
પકડાયેલા આરોપીની પ્રાથમિક તપાસમાં તાહીરે સુરત કોસંબા અને ભરૂચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. જેમાં સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં 2015 અને 2018માં ચોરી અને લૂંટ, કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે ગુના જેમાં મારામારી, ધાકધમકી તેમજ એક દારૂના ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન હદ વિસ્તાર ચીલઝડપના ગુના કર્યા હોવાનું સામે આવ્યું છે. તેનો સાથીદાર નાઝીમ તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. તેના પર 2018માં મારામારી અને ધાકધમકીને ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...