તપાસ:ધૂલિયાના દેવપુરની ગુમ મહિલા નવાપરાથી બાળકી સાથે મળી

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા એસઓજીએ મહારાષ્ટ્ર ધૂલિયાથી ગુમ થયેલ મહિલા અને તેની બાળકીને શોધી સ્થાનિક પોલીસ સ્ટેશનને સુપ્રત કરી છે. મહારાષ્ટ્ર ધૂલિયા જિલ્લાના દેવપુર ગામના આર સી કોલોનીમાં રહેતી 23 વર્ષીય માધુરી સુરેશ સિંદે તે તેની 4 વર્ષની બાળકી સાથે ઘર છોડીને કોઈ અગમ્યકારણસર ચાલી નીકળી હતી. આ અંગેની દેવપુર પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવાજોગ નોંધવામાં આવી હતી.

આ મહિલા અને તેની બાળકીની હાલ નવાપરા વિજય હાર્ડવેરની ગલીમાં કમલભાઈના રૂમમાં રહેતી હોવાની બાતમી એસઓજીના સ્ટાફને મળતાં તેમણે મહિલા અને તેની બાળકીને શોધી કાઢી હતી. જે અંગેની જાણ મહારાષ્ટ્રના દેવપુર પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર પોલીસે મહિલા અને બાળકીનો કબજો મેળવી પરિવારને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...