તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદ્દામાલ સીઝ:પાલોદમાં ગેરકાયદે બાયોડિઝલ વેચનારને મામલતદારે પકડ્યો

કોસંબા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15.35 લાખના મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી

માંગરોળ તાલુકાના પાલોદ ગામની સીમમાં નેશનલ હાઈવે નં 48 ઉપર સુરતથી અમદાવાદ તરફના હાઈવેર નેશનલ હોટલની બાજુમાં માંગરોળ મામલતદારની ટીમ દ્વારા ગેરકાદે ચાલતા બાયોડિઝલનના પંપને ઝડપી પાડી 15.35 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

પાલોદ ગામે નેશનલ હોટલની બાજુમાં નેહા નં 48 ઉપર નમો બાયો ડિઝલ નામનો બાયોડિઝલનો પંપ ગેરકાયદે ડિઝલનું વેચાણ કરતો હોવાનું એલસીબીના પીએસઆઈ દ્વારા માંગરોળ મામલતદારને લેખિતમાં જાણકારી આપી હતી, જે અનુસંધાને માંગરોળ મામલતદાર અને તેની ટીમ દ્વારા નિર્દેશિત જગ્યા ઉપર આવીને ચકાસણી કરતાં ત્યાં બાયોડિઝલનું ગેરકાયદે વેચાણ થતું હોવાનું મળી આવ્યું હતું. તપાસ કરતાં આ પંપનો માલિક શંકરજી રૂપાજી ખટીક આ જગ્યાને ભાડેથી લઈ તેમાં ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતો હતો. જે બાબતે મામલતદાર માંગરોળ દ્વારા કુલ 18400 લિટરનો બાયોડિઝલનો જથ્થો કિંમત 13,43,000 લોંખડની અલગ અલગ 3 ટાંકી, બાયો ડિઝલ વેચવાના મશીન, મોટર, ખાલી બેનર, લોખંડની કેબલ અને જનરેલટર કુલ મળી 15,35,800નો મુદ્દામાલ સિઝ કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...