તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ભાણેજને રખડાવતો હોય મામાએ ઠપકો આપતાં લાકડાનો સપાટો માર્યો

કોસંબા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરે જવાના બદલે ગામમાં યુવક સાથે ભાણેજ ફરતો હતો

માંગરોળ તાલુકાના લિંબાડા ગામે ભાણેજ મામાને ત્યાં ફરવા આવ્યો હતો. મામાના ઘરેથી પોતાના ઘરે પરત ફરવાનું જણાવી ભાણેજ ગામના અન્ય એક વ્યક્તિ સાથે રખડતો હોય. જે બાબતે મામાએ ટોક્યો હતો. જેમાં ફળિયામાં રહેતા ઈસમને માઠું લાગી આવતાં બીજા દિવસે થયેલા ઝઘડામાં ભોગ બનનાર મામાને તેના ફળિયામાં રહેતા ઈસમે મારતાં હાથમાં ફ્રેક્ચર થતાં કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.માંગરોળ તાલુકાના લીંબાડા ગામે કાળીસીમાડ ફળિયામાં રહેતા 60 વર્ષના બાબુભાઈ કાળુભાઈ વસાવાનો ભાણેજ મહેશભાઈ મોહનભાઈ વસાવા તારીખ 1 જુલાઈના રોજ કંટવા ગામેથી બાબુભાઈના ઘરે આવ્યો હતો. 1 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યાના સુમારે પોતાના ઘરે કંટવા જવા નીકળ્યો હતો.

મામાએ મહેશને 500 રૂપિયા આપ્યા હતાં અને મહેશ ત્યાંથી મામાના ઘરની સામે રહેતા દીપક સાથે નીકળ્યો હતો. રાત્રિના 8.00 વાગ્યાના સુમારે ફરી એકવાર મહેશ દીપક સાથે પોતાના મામા બાબુભાઈના ઘરે આવ્યો હતો. અને જણાવ્યું હતું કે દીપક મને જમવા માટે લઈ ગયો હતો. ત્યારે બાબુભાઈએ જણાવ્યું કે તું હજુ સુધી ઘરે ગયો નથી. દીપક સાથે ક્યાં ફરતો હતો. તે બાબતે દીપકને માઠુ લાગી આવ્યું હતું. દીપક બાબુભાઈના ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારે ફળિયાના લોકો આવી જતાં તેને સમજાવીને પરત ઘરે લઈ ગયા હતાં. 2 જુલાઈના રોજ બપોરે 1.45 વાગ્યે બાબુભાઈ પોતાના ઘરના આંગણે બેઠા હતાં ત્યારે દીપક લાકડાનો સપાટો લઈ ઘરે આવ્યો હતો. આગલા દિવસે થયેલા ઝઘડાની વેર રાખી બાબુભાઈના લાકડાનો સપાટો હાથના ભાગે મારી દીધો હતો.

લાકડાનો સપાટો મારતાં બૂમાબૂમ કરતાં ફળિયાના માણસો તેમના પત્ની અને દીકરો આવી જતાં વધુ માર ખાતા બચાવ્યા હતાં. હાથના ભાગે લાકડાના સપાટાથી ઈજા પહોંચી હોય. ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવતાં ડોક્ટરે ફ્રેક્ચર થયું હોવાનું જણાવતાં અને તેનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. આ બાબતે ફળિયાના અને સમાજના લોકો સમાધાન માટે પ્રયત્ન કરતાં હતા. હુમલો કરનાર દીપકભાઈ સાથે સમાધાન ન થતાં બાબુભાઈએ ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...