ચોરી સીસીટીવીમાં કેદ:પાલોદ આઉટ પોસ્ટથી માત્ર 500 મીટર દુર 7 દુકાનોના તાળા તૂટ્યા

કોસંબા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિમચાર રસ્તા ફિરદોષ કોમ્પલેક્ષમાં થયેલી ચોરી સીસીટીવીમાં કેદ થઈ. - Divya Bhaskar
કિમચાર રસ્તા ફિરદોષ કોમ્પલેક્ષમાં થયેલી ચોરી સીસીટીવીમાં કેદ થઈ.
  • રાત્રિ દરમિયાન ત્રાટકેલા 2 તસ્કરો સીસીટીવીમાં કેદ
  • કિમચાર રસ્તા ફિરદોષ કોમ્પલેક્ષમાં થયેલી ચોરી સીસીટીવીમાં કેદ થઈ

સુરત જિલ્લામાં ઘણા ગામડાઓમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરો એ આતંક મચાવ્યો છે જેથી કરીને ઘણા ગામડાઓમાં લોકો પોતાના ઘરોની રખેવાળી કરવા જાતે જ રાત્રિફેરી ફરી રહ્યા છે ત્યારે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર હજુ સુધી બાકાત રહેવા પામ્યો છે ત્યાં પણ તસ્કરોએ એક જ રાત્રિના સાત દુકાનો નાાળા તોડી કોસંબા પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ દેખાઈ આવે છે.

કોસંબા પોલીસ સ્ટેશનની પાલોદ આઉટ પોસ્ટ થી માત્ર 500 મીટર દૂર આવેલા શોપિંગ સેન્ટરમાં એક જ રાત્રિના અલગ અલગ અનાજ કરિયાણાની પ્રોવિઝન સ્ટોર તેમજ ડોક્ટરના દવાખાનાનું કુલ સાત દુકાનોના તાળા એક જ રાત્રિના તૂટવા પામ્યા હતા ચોરીની સમગ્ર ઘટનાઓ દુકાનમાં રાખવામાં આવેલા સીસીટીવી માં કેદ થઈ હતી

જેમાં માત્ર બે તસ્કરો આ સમગ્ર ચોરીને અંજામ આપતા દેખાઈ રહ્યા છે સાત દુકાનોમાંથી તસ્કરો તેમના ગલ્લામાં રાખેલ નાનું મોટું પચુરણ ઉપાડી ગયા છે જેમાં અંદાજિત 40,000 થી વધુ રૂપિયાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક તબક્કામાં જાણવા મળ્યું છે હાલ આ ચોરી અંગે કોસંબા પોલીસની પાલોદ આઉટ પોસ્ટને પણ જાણ થઈ હોય તેમણે પણ આ ચોરી અંગે તપાસ હાથ ધરી છે .

હવે જોવું એ રહ્યું કે આ ચોરી અંગે હવે કેટલા રૂપિયાની અને કેટલી ફરિયાદ નોંધાય તે જોવું રહિયું પરંતુ હાલ સુરત જિલ્લામાં જે ચોરીની ઘટનાઓ ઉપરાંત આપણી બની રહી છે તે જોતાં સુરત જિલ્લામાં કાયદા અને વ્યવસ્થા ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...