તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં સસ્તા સોનાની લાલચમાં આવેલા ઉત્તરાખંડના સોનીને સુરતના યુવાને સાગરીતો સાથે ભેગા મળી સોની પાસે વધુ રૂપિયા કઢાવી લેવાના બદ ઈરાદે સોની અને તેના મિત્રનું અપહરણ કરી માંગરોળ તાલુકાના વેલાછા ગામે આવેલા ફાર્મહાઉસમાં ગોંધી રાખ્યા હતાં. સોની પાસેથી ચેક, એટીએમ તેમજ 13 લાખની કિંમતનાં સોનાનાં ઘરેણાં સહિત 22 લાખની કિંમતનો મુદ્દામાલ બળજબરીથી કઢાવી લીધો હતો. ત્યાર બાદ સોનીનું કાસળ કાઢવા આરોપીઓ વેલાછાથી અન્ય સ્થળે લઈ જઈ રહ્યા હતા ત્યારે અપહરણકર્તાની ચુંગાલમાંથી બંને ઈસમો ભાગી છૂટ્યા હતા, જેમને સ્થાનિક લોકોએ પોલીસ સમક્ષ ઘટના વર્ણવતાં તે પણ ચોંકી ઊઠી હતી. પોલીસે ભોગ બનનારા વેપારીની ફરિયાદ લઈ કુલ 5 ઉપરાંત અન્ય 8થી વધુ ઈસમો પર કોસંબા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધી છે.
10મી ફેબ્રુઆરીના રોજ સાંજે માંગરોળ તાલુકાના કનવાડા ગામ પાસેથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય નહેર પર એક ઈસમ બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો હતો. ત્યારે નજીકના ખેતરમાં બેઠેલા કેટલાક સ્થાનિક લોકો ત્યાં દોડી ગયા હતા. આ ઈસમે આપવીતી વર્ણાવી હતી, જેથી સ્થાનિક લોકોએ માંગરોળ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં પીએસઆઈ પરેશ નાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના ઋષિકેશમાં રહેતા જ્વેલર્સ નવીનભાઈ દિનેશભાઈ અગ્રવાલ અને તેમના મિત્ર હેમંતભાઈ મળ્યા હતા. તેમણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે સુરતના કેટલાક ઈસમોએ તેમને છેલ્લા 4 દિવસથી એક ગામ પાસે આવેલા ફાર્મહાઉસની અંદર ગોંધી રાખી તેમને માર મારી તેમની પાસેની રોકડ, સોનું વગેરે લૂંટી લીધું છે. આ ઘટનાની જાણ કોસંબા પોલીસને કરતાં કોસંબા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉત્તરાખંડના ઋષિકેશમાં રહેતા નવીનભાઈ દિનેશભાઈ અગ્રવાલ સોના-ચાંદીની દુકાન ધરાવે છે.
સુરત વૃંદાવન હાઈટ્સ નંદચોક મોટા વરાછા સુરત ખાતે રહેતા વિરલભાઈ રમેશભાઈ માવાણીનો સોશિયલ મીડિયા વડે સંપર્ક સાથે થયો હતો. વિરલભાઈએ નવીનભાઈને બજાર કિંમત કરતાં સસ્તા ભાવે સોનું અપાવવાની ખાતરી આપી હતી. સસ્તા સોના માટેની ડીલ નક્કી કરવા 6 તારીખના રોજ સુરત ખાતે આવ્યા હતાં અને સુરતમાં એક હોટલમાં રોકાયા હતા. તારીખ 6 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.00 વાગ્યાની આસપાસ વિરલભાઈએ નવીનભાઈ તેમજ તેમની સાથે આવેલા તેમના મિત્ર હેમંતભાઈને તેમના ઘરે બોલાવ્યા હતા.
પરંતુ વિરલભાઈ ત્યાં હાજર ન હતા, જેથી તેમને સુરત સીમાડા નાકા પાસે કોઈ શોપિંગ મોલની આગળ તેમને ઊભા રાખ્યા હતા. ત્યાં કોઈ અજાણ્યો ઓડી કારમાંથી ઊતરીને આવ્યો હતો અને અન્ય એક લાલ કલરની બ્રેઝામાંથી ઘનશ્યામભાઈ નામનો ઈસમ પણ ઊતરીને નવીનભાઈ પાસે આવ્યો હતો, જ્યાં વિરલભાઈ ઓડી કારમાં આવેલા એક અજાણ્યા ઈસમ તેમજ ઘનશ્યામભાઈએ નવીનભાઈ અને હેમંતભાઈ પાસે સોનું ખરીદવાની વાતચીત કરી, એ ખરીદવા બાબતેની ડીલ નક્કી કરી હતી. તારીખ 8 ફેબ્રુઆરીએ નવીનભાઈ અને હેમંતને બોલાવ્યા હતા, જ્યાં પહોંચતાં વિરલભાઈએ જણાવ્યું હતું કે ઘનશ્યામભાઈ આપણને એક જગ્યાએ મળવા બોલાવે છે. ત્યાં હું મારું કામ પતાવીને આવું છું. તમે અહીં જ ઊભા રહો. ત્યાંથી પરત આવીને વિરલભાઈ જણાવ્યું હતું કે મારા શેઠ તમને સોનું આપવા માટે બોલાવે છે. જેથી નવીનભાઈ પહેલા કામરેજ ત્યાંથી કીમ ચોકડીથી કોસંબા ઓવરબ્રિજ નીચેથી વેલાછા ગામ તરફ લઈ ગયા હતા, જ્યાં વિરલભાઈને વેલાછા ગામની સીમમાં આવેલા પોતાના જ ફાર્મહાઉસમાં લઈ ગયા હતા, જ્યાં પહેલેથી કેટલાક ઈસમો હાજર હતા.
નવીનભાઈ તેમજ હેમંતભાઈને દોરડા વડે બાંધી માર મારી ઘનશ્યામભાઈએ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી એક્સિસ બેંકનો સેલ્ફનો ચેક, એટીએમ કાર્ડ, રોકડા 25000, સુરતથી ખરીદેલા 13.50 લાખના સોના-ચાંદીના દાગીના ઉપરાંત તેમણે પહેરેલી સોનાની ચેઈન, વીંટી, બે મોબાઈલ મળીને કુલ 22 લાખથી વધુની મતા પડાવી હતી. આરોપીઓએ ભોગ બનનાર પાસેથી વધુ રૂપિયા મળી શકે એમ ન હોઈ કાસળ કાઢી નાખવાના ઈરાદાથી અથવા અન્ય કોઈ ઈરાદાથી તેમને વેલાછાના ફાર્મહાઉસ પરથી લઈ નહેરના સૂમસામ વિસ્તારમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે અપહરણકર્તાના શિંકંજામાંથી નવીનભાઈ અને તેમનો મિત્ર ભાગી છૂટ્યા હતા.
નહેર પાસે બચાવો બચાવોની બૂમ પાડતાં અપહરણકર્તા બંનેને છોડી ભાગી છૂટ્યા હતા. બંને ભોગ બનનારે પોલીસમાં સુરતના વિરલભાઈ રમેશભાઈ માવાણી, કાળા કલરની ઓડી કારમાં આવેલો અજાણ્યા ઈસમ, ઘનશ્યામ, કમલેશભાઈ રમેશભાઈ માવાણી (રહે. વૃદાવન હાઈટ્સ મોટા વરાછા), એક 50 વર્ષના અજાણ્યો, અન્ય 25થી 30 વર્ષના ગુજરાતી બોલતા 8થી વધુ ઈસમો સામે પૂર્વ નિયોજિત કાવતરું રચી સસ્તા ભાવે સોનું ખરીદવાની લાલચ આપી બંને ઈસમોનું અપહરણ કરી તેમની પાસેથી રૂપિયા પડાવી લેવાની ફરિયાદ કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી પી. એમ. જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ફાર્મહાઉસમાં નાસ્તાની ડિશો મળી
જ્વેલર્સ અને તેના મિત્રને દોરડા વડે બાંધી ત્રણથી ચાર દિવસ ગોંધી રખાયો હતો. અને બહારથી નાસ્તો અને જમવાનું લાવી ત્યાં ભોગ બનનારને જમાડતા હોવાનું ફાર્મહાઉસમાં વાસી તેમજ તાજો નાસ્તો, જમવાના ખાલી ડિસ સહિતનો સામાન મળી આવ્યો હતો.
જ્વેલર્સના ATM કાર્ડથી 7.35 લાખ ઉપાડી લેવાયા
આરોપીએ એક્સિસ બેંકનો સેલ્ફનો 5.53 લાખનો ચેક, એટીએમમાંથી ટુકડે ટુકડે કરીને 7,35,000ની રકમ ઉપાડી, ભોગ બનનાર પાસેથી રોકડા 25000 રૂપિયા, સુરતથી પોતાની દુકાન માટે 13.50 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ખરીદ્યા એ અને પહેરેલી સોનાની ચેઈન, વીંટી, બે મોબાઈલ ફોન વગેરે મળીને કુલ 22 લાખથી વધુની મતાની લૂંટ કરી હતી.
આરોપી સાથે અગાઉ ચારેક વખત લેવડદેવડ કરી હતી
ભોગ બનનાર જ્વેલર્સ અને મુખ્ય આરોપી વિરલ ફેસબુકના માધ્યમથી પરિચયમાં આવ્યા હતા. વિરલ સોશિયલ મીડિયા પર સોના-ચાંદીના દાગીનાના ફોટા મૂક્યા હતા, જે ખરીદવા નવીનભાઈએ વિરલનો સંપર્ક સાધતાં આરોપીએ તેમને સસ્તા સોનાની લાલચ આપી હતી. નવીનભાઈએ આ પહેલાં પણ ત્રણથી ચાર વખત સુરતની મુલાકાત લઈ વિરલ સાથે વેપાર કર્યો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.