તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બગડેલા ડમ્પરની પાછળ ટેન્કર અથડાતાં ઘવાયેલા ચાલકનું મોત

કોસંબા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોસંબા રેલવે ઓવરબ્રિજ પર બંધ પડેલું વાહન બન્યું અકસ્માતનું કારણ
  • ઘટના અંગે કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

કોસંબા રેલવે ઓવર બ્રિજ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખોટકાયેલ ઉભેલા ડમ્પરની પાછળ એક ટેન્કરના ચાલકે પાછળ અથડાવી દેતા અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયુ હતું.સુરતથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર કોસંબા રેલવે ઓવર બ્રિજ પર gj 21 w 8832 નંબરનું હાઈવા ડમ્પર ખોટકાય જતા બ્રિજ પર ઊભું હતું.

રવિવારે બપોરના સમયે એક ટેન્કર નંબર gj 6 AV 7589 ના ચાલકે પોતાના કબજાનુ ટેન્કર પુરપાટ ઝડપે હંકારી આવતા, બ્રિજ પર ઉંભેલ ડમ્પરની પાછળ અથડાવી દેતા, અકસ્માતમાં ટેન્કર ચાલક મુખતરસિંહ નરેન્દ્રસિંહ જાટનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતું. આ ઘટનાની કોસંબા પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ફરિયાદ આધારે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...