તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસને વેગ:તરસાડીમાં અદ્યતન સ્પોટર્સ કોમ્પલેક્સનું કામ શરૂ, 16 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

કોસંબા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તરસાડી નગરપાલિકાના 3 વોર્ડમાં કેબિનેટ મંત્રી અને ધારાસભ્યના હસ્તે ત્રણમાં વોર્ડ માં 16 કરોડથી વધુના વિકાસ કામના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં 5.50 કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

તરસાડી નગરમાં ફરી એકવાર વિકાસના કામ એ જોર પકડ્યું છે તરસાડી નગર ના વોર્ડ નંબર 1 ,2 અને સાતમાં કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા વરદ હસ્તે તરસાડી નગરપાલિકા વિસ્તારમાં આવતી વિવિધ સોસાયટીઓમા સી.સી. રોડ, પેવર બ્લોકના કામ, ગટર લાઇનના કામ એવા વિકાસના કાર્યો, જેની અંદાજીત રકમ વોર્ડ નંબર- 1 મા 1,38,07,112 રૂપિયાના ખાતમુહૂર્ત અને 1,16,04,756 રૂપિયાના લોકાર્પણનો, વોર્ડ નંબર- 2 મા 56,45,930 રૂપિયાના ખાતમુહૂર્ત અને 57,10,104 રૂપિયાના લોકાર્પણ, વોર્ડ નંબર- 7મા 6,45,80,177 રૂપિયાના ખાતમુહૂર્ત અને 77,02,935 રૂપિયાના પ્રજાના સર્વાંગી વિકાસને લક્ષમાં લઈને જે-જે ક્ષેત્રે વિવિધ નિર્માણ થયું હોય તેનું લોકાર્પણ કર્યું. તેમજ વિવિધ રમત-ગમત અને સ્વાસ્થ્ય માટે વોર્ડ નંબર- 7 મા 5,23,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર થનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. કુલ 16 કરોડથી વધુના વિકાસના કામોનો લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો કાર્યકરો, તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો