તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:વેલાછા ગામમાં સગર્ભા કૂતરીએ બે બાળક સહિત ત્રણને બચકા ભર્યા

કોસંબા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગ સાથે મળી તેને અન્યત્ર ખસેડવા તૈયારી

વેલાછા ગામમાં કૂતરીએ એક મહિલા સહિત બે બાળકોને બચકા ભરતા ફફડાટ ફેલાયો હતો. સ્થાનિક પશુપ્રેમી અને વન વિભાગે સગર્ભા કૂતરીને પકડીને સુરક્ષિત જગ્યાએ મોકલવાનો બંદોબસ્ત કર્યો છે.

માંગરોળ તાલુકાના વેલાછા ગામે હાથી ફળિયામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ફળિયામાં રહેતી સગર્ભા કુતરીએ અચાનક લોકોને કરડવાનું ચાલુ કર્યું હતું, જેમાં એક મહિલા સહિત એક બાળકી અને બાળકને કરડી લીધા હતા. મહિલાના પગના ભાગે, બાળકને હાથના ભાગે જ્યારે બાળકીને મોઢાના ભાગે બચકાં ભરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ચાર વર્ષની બાળકી પર હુમલા બાદ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પહેલા છે ગામના પશુપ્રેમી અને વન્ય સંરક્ષણ સાથે જોડાયેલા કૌશલ મોદીએ કુતરી સગર્ભા હોય, જેને કારણે તેનો સ્વભાવ ચીડિયો બની ગયો હોય લોકો પર હુમલો કરતી હોવાનું જણાવ્યું હતું જેથી વન વિભાગ સાથે ભેગા મળીને તેને પકડીને અન્ય ખસેડવા જગ્યાએ ખસેડવાની કવાયત હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...