તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તરસાડી કોસંબામાં આવેલ ધ કોસંબા મર્કન્ડટાઈલ બેંકનો ડેઈલી કલેકશન કરતો રિકરિંગ એજન્ટને તરસાડી જીઈબી સબસ્ટેશન રોડ ઉપર બે અજાણ્યા લૂંટારુઓએ માર મારી લૂંટી લેવાની ઘટના રાત્રિના 8.00 વાગ્યાના સુમારે બની હતી, જેમાં ગ્રાહકોના ભેગા કરેલા 90000 રૂપિયા લૂંટારુઓ લોખંડના સપાટા મારીને લૂંટી ગયા છે. જે અંગે કોસંબા પોલીસમાં ગુનો નોંધાયો છે. કોસંબામાં આવેલી કોસંબા મર્કટન્ટાઈલ કો.ઓ. બેંકમાં હિતેશ નાઈ નામનો યુવાન ડેઈલી રિકરિંગનો વ્યવસાય કરે છે. જેમાં રોજ સાંજે ગ્રાહકો પાસેથી તેમની બચતના રૂપિયા ભેગા કરીને બેંકમાં જમા કરાવે છે.
શુક્રવારના રોજ રાત્રિના 8.00 વાગ્યાના અરસામાં હિતેશ તરસાડી 5 ફેક્ટરી વિસ્તારમાંથી રોજની જેમ પોતાના ડેઈલી રિકરિંગના રૂપિયા અંદાજિત 90,000 વધુ ભેગા કરીને તરસાડી ગામ તરફ અન્ય ગ્રાહક પાસે રૂપિયા ઉઘરાવવા માટે જઈ રહ્યો હતો ત્યારે તરસાડી જીઈબી સબસ્ટેશનથી તરસાડી ગામ તરફ જતા રોડ પર રાત્રિના અંધારામાં બે યુવાનો અચાનક હિતેશની બાઈકની સામે આવી ગયા હતાં અને હિતેશને લોખંડનો સપાટો મારીને બાઈક ઉપરથી પાડી દીધો હતો. તેને લોખંડના પાઈપ વડે મારમારી તેની બેગ ઝૂંટવીને ભાગી ગયા હતાં. જેમાં હિતેશને લોખંડના પાઈપથી માર મારતાં ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
20થી 25 વર્ષના યુવાનો ગુજરાતી બોલતા હતા
20થી 25 વર્ષની ઉંમર ધરાવતા યુવકો મારી ગાડી આગળ આવ્યા હતાં. આ બંને યુવાનો ગુજરાતી ભાષા બોલતા હતાં. લોખંડનો સપાટો મારી મારી ગાડી ઉપરથી પાડી દીધો હતો. મારી પાસે રૂપિયા ભરેલી બેગ હતી. મેં ઘણા પ્રયત્નો કર્યા પરંતુ લૂંટારોએ માર મારી મને લૂટીને ફરાર થયા હતાં.
રિકવરી એજન્ટ હિતેશની રેકી કરી હોવાની શક્યતા નકારી શકાતી નથી
રોજ હિતેશ નાઈ કોસંબા વિસ્તારમાંથી ગ્રાહકો પાસેથી રૂપિયાની ઉંઘરાણી કરી પાંચ ફેક્ટરી વિસ્તારમાં સાંજ 7થી 7.15 વાગ્યાના અરસામાં આવતો હોય છે. ત્યાંથી રૂપિયાની ઉંઘરાણી કરતી 8.00 વાગ્યાના અરસામાં તરસાડી જુના ગામ વિસ્તાર તરફ જતો હોય છે. જેથી હિતેશ રોજ રૂપિયાની ઉઘરાણી કરતો હોય. તેની પાસે સારી રોકડ હોવાની તેમજ રસ્તાની રેકી કરી હોવાનું જાણવા મળેલ છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.