ફરિયાદ:પીપોદરામાં 2 જણાંએ મળી માર મરાતાં યુવક કોમામાં

કોસંબા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂમ પાર્ટનરો વચ્ચે જમવાની બાબતે ઝઘડો થયો હતો

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે જમતી વખતે જમવાની બાબતે બે ઈસમોએ એક યુવકને ઢીક્કા મુક્કીનો માર મારી માથુ દીવાલ સાથે અથડાવતાં યુવક છેલ્લા છ દિવસથી સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં કોમાની પરિસ્થિતિમાં હોય તેના ભાઈ દ્વારા યુવકને માર મારનાર બે યુવક વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પીપોદરા ગામે ટેમ્પો ગલીમાં પ્રકાશ સિનેમાની ગલીમાં શ્રી હરી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ગિરનારી ટેક્સટાઈલ કંપનીમાં તારીખ 4 મેના રોજ જમવાની બાબતે દલપતસિંગ ઉર્ફે અજયસિંગને તેની સાથે રહેતા બે યુવકો હરીકરણ પુન્ના નિસાર અને ક્ષત્રપાલ રાજભૈયા નિસારનાઓએ જમવાની બાબતે બંનેએ ભેગા મળીને દલપતસિંગને ગાળો બોલી તુ કેમ વધારે બોલે છે તેવું કહી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેની સાથે ઝઘડો કરી તેને આંખ કાન તથા ગળાના ભાગે ઢીક્કા મુક્કીનો માર મારી તેનું માથુ દીવાલ સાથે અથડાવ્યું હતું. ત્યારબાદ બંને યુવકો ત્યાથી ભાગી છૂટ્યા હતાં.

દલપતસિંગને તેના કુટુંબીક ભાઈ સૂર્યપ્રકાશ દ્વારા સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હાલ તે સર્જીકલ આઈસીયુમાં બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ તેના ભાઈ સજ્જનસિંગ પરીહારને ઉત્તરપ્રદેશમાં કરવામાં આવતાં તે ગુજરાત આવી દલપતસિંગની સાથે થયેલ ઘટનાની જાણકારી મેળવી દલપતને મારમારનાર બે યુવકો વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...