હત્યા:લિંડિયાતમાં યુવકને ત્રણ ઈસમોએ જમવા બાબતે મોતને ઘાટ ઉતાર્યો

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેબર કોન્ટ્રાક્ટરે ત્રણે યુવકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ આપી

માંગરોળ તાલુકાના લિંડિયાત ગામે શુભમ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીય પાર્કમાં ઓરિસ્સાના વતની એવા ત્રણ કામદારોએ તેની સાથેના અન્ય એક યુવકને નજીવી બાબતે ઝઘડો થતાં રાત્રિના માથાના ભાગે મારમારી ગંભીર અવસ્થામાં છોડીે ભાગી છૂટ્યા હતાં. ઘાયલ યુવકને સાથી મિત્રોએ સારવાર અર્થે સુરત સિવિલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના લેબર કોન્ટ્રાક્ટરે હત્યા કરનાર ત્રણ વિરુદ્ધ કોસંબા પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.

લિંડિયાત ગામે શુભમ ટેક્સટાઈલ ફેક્ટરીના ખાતામાં બીમ પસાર કરવાની મજૂરી કામ કરતો જિતેન્દ્ર ઉર્ફે જીતુ ભીકારી પરીદા મજૂરી કામ કરતો હોય. જે ગતરોજ 8 વાગ્યાના અરસામાં નજીકમાં આવેલા બંશીભાઈની લોજમાં જમવા માટે ગયો હતો. જ્યાં તેનો ઝઘડો ત્યાં નજીકમાં રહેતા પરેમ્ભેશ્વર ડાકુઆ, રંજન શેટ્ટી, સુમીત ઉર્ફે સુનિલ જે ત્રણ રાધે સિલવર ટેક્સટાઈલ પાર્કમાં કામ કરતાં હોય. ત્રણે ઝઘડો જિતેન્દ્ર ઉર્ફે જીતુ સાથે કરી ગયા હતાં. જેથી ત્રણે ત્યાંથી જે તે સમયે જતા રહ્યા હતાં. જીતુ પણ થોડીવાર પછી ખાતા તરફ જતો રહ્યો હતો. 9.00 વાગ્યાના અરસામાં જીતુ સાથે કામ કરતાં તેના મિત્રો જમી પરવારી ખાતા બહાર ફરવા નીકળ્યા હતાં ત્યારે જીતુને ખાતાથી થોડે દૂર રોડ પર પડેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તેની નજીક જઈને જોતા તે બેભાન હતો અને માથાના ભાગે ઈજા થયેલ હોય જેમાંથી લોહી નીકળતું હતું.

જીતુની બાજુમાં બે મોટા પથ્થરો હતાં. જીતુનો શ્વાસ ચાલતો હોય. જીતુ જીવતો હોય. 108ની મદદથી સુરત સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની ફરિયાદ કોસંબા પોલીસમાં લેબર કોન્ટ્રાક્ટર ચંદ્રકાંત અનિલ ઠાકુર દ્વારા ઓરિસ્સાના રહેવાસી એવા પરમ્ભેશ્વર ડાકુઆ, રંજન શેટ્ટી અને સુમિત ઉર્ફે સુનિલ ત્રણે વિરુદ્ધં ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...