ચૂંટણી ચિન્હમાં ફેરફાર:કોસંબામાં ઉમેદવારનું ચૂંટણી ચિન્હ ખોટું છપાયું હોવા મુદ્દે ભારે હોબાળો

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોસંબા ગ્રામ પંચાયતની ચૂંટણી વોર્ડ નંબર 9 માં અપક્ષ ઉમેદવારનું ચૂંટણી ચિન્હ મતદાન પત્રમાં કાતરના બદલે ઈસ્ત્રી ખોટુ છપાવાની રાવ સાથે મતદાન અટકાવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારીએ મતદાન પત્રમાં ફાળવણી મુજબ ચૂંટણી ચિહ્ન અપાયું હોવાની તપાસ કર્યા બાદ બહાર આવતા મતદાન રાબેતા મુજબ ચાલુ રખાયું હતું. કોસંબા ગ્રામ પંચાયતની ચૂંટણી વોર્ડ નંબર 9 માં અપક્ષ ઉમેદવાર મુન્ની બેન પટેલ તેના સમર્થકો દ્વારા આજરોજ સવારે ૯ વાગ્યાના અરસામાં ચૂંટણી ચિન્હ મત પત્રમાં ખોટું છુપાયા હોવાની રાવ સાથે મતદાન અટકાવ્યું હતું.

આ અંગેની જાણ ચૂંટણી અધિકારી રવિભાઈ વસાવાને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને જે અંગે ઉમેદવારોને તેમણે સાંભળ્યા હતા. ચૂંટણીની સમગ્ર પ્રોસિજરની તેમણે તપાસ આદરી હતી. જે નિયમ મુજબ બરાબર હોય, અને તેમણે ચુંટણીમાંની પ્રસિદ્ધિમાં અપક્ષ ઉમેદવારને ઈસ્ત્રી ચૂંટણી ચિન્હ ફાળવ્યું હોવાનું જણાવ્યું હતું. તારીખ 7ના રોજ જાહેર થયેલી ચૂંટણી ચિન્હની પ્રસિદ્ધિમાં પણ તેમને ઈસ્ત્રીનું જ ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું હોવાનું જણાય આવ્યું હતું. અને જે તે સમયે જાહેર પ્રસિદ્ધિ બાદ ઉમેદવાર દ્વારા કોઈપણ જાતની લેખિત વાંધા અરજી રજૂ કરવામાં આવી ન હોય, હાલ વાંધો માન્ય ન રાખી તેમણે ચૂંટણી પ્રક્રિયાને રાબેતા મુજબ ચાલુ રખાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...