તપાસ:કોસંબામાં યુવકને દારૂ પીવડાવ્યા બાદ માથામાં પથ્થર ફટકારી હત્યા, લાશ નહેરમાં ફેંકી દેવાઇ

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવકની ઓળખ અને હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસની કવાયત શરૂ

કોસંબા જૂના જકાતનાકા વિસ્તારમાં મરઘા કેન્દ્ર પાસેથી પસાર થતી કેનાલમાં એક અજાણ્યા પુરુષની હત્યા કરેલી લાશ મળી આવી હતી. કેનાલથી માત્ર 10 ફૂટ દૂર લોહીથી ખરડાયેલો મોટો પથ્થર અને મરણજનારના મોં ઉપર ઘા કર્યાના નિશાન કોઈ અજાણ્યા ઈસમોએ અંદાજિત 45 વર્ષીય યુવકની હત્યા કરી લાશ ઘસડીને કેનાલમાં ફેંકી હોવાની શક્યતા રહેલી છે. પોલીસે હાલ અકસ્માત મોત ગુનો નોંધી પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધશે.ગુરૂવારે સવારે કોસંબા જકાતનાકા વિસ્તારમાં મરઘા કેન્દ્ર પાસેથી પસાર થતી એક કેનાલમાં એક પુરુષ ઈસમની લાશ મળી આવી હતી.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘુંટણસમા પાણીમાંથી યુવકની લાશ બહાર કાઢી હતી. સ્થળ નિરીક્ષણ કરતાં જે જગ્યાએ કેનાલમાંથી લાશ મળી આવી હતી તેનાથી માત્ર 10 ફૂટ દૂર લોહીથી ખરડાયેલો એક મોટો પથ્થર મળી આવ્યો હતો. ત્યાં જમીન પર લોહી જમા થયાના નિશાન જોવા મળ્યા હતાં. ત્યાંથી આ મૃતક યુવકને ઘસડીને કેનાલમાં ફેંકી દીધો હોવાના નિશાન જોવા મળ્યા હતાં. યુવકના મો ઉપર ગંભીર ઈજાના નિશાન હોય.

કોઈ અજાણ્યા ઈસમોએ બુધવાર રાત્રીથી ગુરુવાર વહેલી સવાર દરમિયાન આ યુવકને મો ઉપર પથ્થરમારી તેની હત્યા કરી તેને ખેંચીને નહેરના પાણીમાં નાંખી દીધો હોવાનું આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી યુવકનું પેનલ પીએમ હાથ ધર્યું છે. યુવકની પથ્થર મારીને હત્યા કરી દીધો હોય. મોડી સાંજ સુધીમાં યુવકની અજાણ્યા દ્વારા હત્યા કરી હોવાનો ગુનો દાખલ થશે.

સ્થળેથી રક્તરંજિત પથ્થર અને દારૂની પોટલી મળી
જે જગ્યાએ યુવકને માથામાં પથ્થર માર્યો હતો તે જગ્યાએ આજુબાજુ દારૂની ખાલી પોટલી પડી હતી. મરણજનાર યુવક સાથે અન્ય યુવકો સાથે ખાણી પીણીની મીજબાની કરી હોવાના પુરુવા ઘટના સ્થળેથી મળ્યા હતાં. રાત્રીના સમયે યુવક સાથે બેથી વધુ યુવાનો હોવાની શક્યતા છે. હાલ પોલીસે મૃતકની ઓળખ અને હત્યાનું કારણ જાણવા મથામણ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...