યોગ્ય કાર્યવાહીની માગ:તરસાડીના દત્તનગરમાં વરસાદી પાણી ઘરોમાં પાણી ઘૂસી ગયા

કોસંબા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દત્ત નગરમાં ભરાયેલું વરસાદી પાણી. - Divya Bhaskar
દત્ત નગરમાં ભરાયેલું વરસાદી પાણી.
  • સોસાયટીને ડૂબતી બચાવવા યોગ્ય કાર્યવાહીની માગ

શનિવારના બપોરના રોજ તરસાલી અને કોસંબામાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા હતા એક જ કલાકની અંદર અંદાજિત 4 ઇંચ થી વધુ વરસાદ પડતા નગરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય હતી જેમાં જાહેર રસ્તાઓ ને બાદ કરતા મોડી સાંજે સલીમ ટોકીઝ વિસ્તારમાં આવેલી દત્ત નગર સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા જેમાં સોસાયટીના કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય હતી.

ઘરમાં પાણી ભરાવા થી સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી તરસાલી નગરના મોટાભાગના વિસ્તારનું પાણી તરસાડી નગરપાલિકા ની ઓફિસ પાસેથી સલીમ ટોકીઝ ની બાજુમાં આવેલી વરસાદી ખુલ્લી કાસમાંથી ધનોઇના તળાવમાં પાણીનો નિકાલ થાય છે પરંતુ આ વરસાદી કા શ ઉપર કેટલાક બાંધકામો થયા છે અને તેનું પુરાણ થયું છે ઉપરથી નગરપાલિકાએ તેને બંધ ગટર બનાવી દીધી છે.

જેથી કરીને જેટલું વરસાદી પાણીનો નિકાલ પહેલા થતો હતો તેટલો હાલ વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેથી કરીને દત્ત નગર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ચોમાસા દરમિયાન સર્જાય છે ઉપરથી નગરપાલિકાએ બનાવેલી ગટરલાઇન નું પાણી પણ જે દિશામાં જવાનું હોય તે દિશા કરતા વિપરીત દિશામાં જતું હોય વરસાદી પાણી ભેગું થતા સમસ્યા વધુ સર્જાય છે અને ગટર લાઈનમાં પાણી વહેલું નિકાલ પામતું નથી તેથી દત્ત નગરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે જેથી નગરપાલિકા દત્ત નગરને વરસાદી પાણીમાં ડૂબતું બચાવવા માટે વહેલી તકે કાર્યવાહી કરે તેવી અમારા દત્ત નગરના લોકોની માંગણી છે

પાણીનો નિકાલ ન થતાં સમસ્યા સર્જાઇ
તરસાડી નગરનું બધું પાણી શ્રી વી એસ પટેલ હાઇસ્કુલ પાસેથી આવેલી ગટરના માધ્યમથી સલીમ ટોકીઝ ની બાજુમાં આવેલી ગટર વડે ધનોઇના તળાવમાં નિકાલ થતું હતું પરંતુ હાલ ધોલોઈનું તળાવ પાકું બનાવી પાણીનો નિકાલ બંધ કરવામાં આવ્યો છે ઉપરાંત તરસાલી નગરપાલિકાએ ખુલ્લી ગટરના જગ્યાએ બંધ ગટર બનાવી છે જેથી વરસાદી પાણીનો નિકાલ વહેલો થતો નથી જેને કારણે અમારા દત્ત નગરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ રહી છે . જેના ઉકેલ માટે પાલિકા પગલા ભરે તેવી અમારી માંગ છે. > નીતિન પરમાર, રહેવાસી દત્ત નગર

અન્ય સમાચારો પણ છે...