તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરપાલિકાની ચૂંટણી:3 ટર્મથી ચૂંટાયેલા ઉમેદવારને ટિકિટ ન મળે તો તરસાડી ભાજપના 2 નેતાનું પત્તું કપાશે

કોસંબા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ કાઉન્સિલરની ઉંમર પણ 60થી વધુ હોય તેમની બાદબાકીની શક્યતા

આગામી 28મી ફેબ્રુઆરીએ થનારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ હાઇકમાન્ડની નવી નીતિ મુજબ ત્રણ ટર્મથી સતત ચૂંટાઇને આવતાં અને 60 વર્ષથી ઉપરના નેતાઓની બાદબાકી કરવાનું નક્કી કરાય છે, તો, તરસાડી પાલિકાના ભાજપના 2 કદાવર નેતાની ટિકિટ કપાવાની શક્યતા છે. જેમાં એક કેબિનેટમંત્રીના એકદમ નજીક ગણાય છે.

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સતત ત્રણ ટર્મથી ચૂંટાયને આવતાં અને 60 વર્ષની ઉપર વય ધરાવતાં નેતાઓને ટિકિટ ન આપી નવા ઉમેદવારને મેદાને ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે તરસાડી પાલિકામાં અસર મોટા માથાઓ ઉપર જોવા મળશે. તરસાડી નગરમાંથી કોર્પોરેટની ચૂંટણી જીતીને જિલ્લાના મહામંત્રી સુધીના પદ સુધી પહોંચેલા અને કેબિનેટમંત્રી ગણપતભાઈ વસાવાના માનીતા એવા રાકેશસિંહ સોલંકી પાલિકામાં કાઉન્સીલર તરીકે 3 વખત ચૂંટાઇ આવ્યા છે.

જિલ્લામાં પણ કદ્દાવર નેતામાં ગણતરી થાય છે. તેમની આ વખતે ભાજપના નવા નિયમને કારણે ટિકિટ કપાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જ્યારે આવા જ બીજા કદ્દાવર નેતા તરીકે દેવેન્દ્રસિંહ ચૌહાણનું નામ પણ સામેલ છે. જે તરસાડી ગ્રામ પંચાયતના સમયથી 2 વાર ગ્રામપંચાયતના સભ્ય તેમજ સતત 3 વાર તરસાડી પાલિકામાં કાઉન્સીલર તરીકે ચૂંટાઇ આવ્યા છ. અને હાલ પણ તરસાડી નગર ભાજપના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે. આ બંને મહારથીઓની ટિકિટ કપાય તેવી શક્યતા છે. આ ઉપરાંત હાલના કાઉન્સીલરના મોહનભાઈ રબારી, બબીતાબહેન વસાવા તેમજ શાંતાબહેન જાધવની ઉંમર 60થી વધુ હોય તેમની પણ બાદબાકી થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો