તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:હું જાઉં છું, પરિવારને જોજોનો મેસેજ કરી યુવકે મોત વ્હાલુ કર્યું

કોસંબા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માંડવીના હરિયાલ ગામમાં બનેલી ઘટના

માંડવી તાલુકાના હરિયાલ ગામે રહેતા મહેશભાઈ હિરાભાઈ પટેલ નામના યુવકે કોઈ અગમ્યકારણસર ઘાસ મારવાની ઝેરી દવા પી લઈ માંગરોળ તાલુકાના લીમોદરા ગામની સીમમાંથી પસાર થતી નહેરની બાજુમાં આત્મહત્યા કરી હતી, જેને કીમ ખાતે સાધના હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આત્મહત્યા થવા પહેલા મહેશભાઈએ પોતાના સગાવાહલા તેમજ મિત્રોને વોટ્સઅપ પર મેસેજ કરી જણાવ્યું હતું કે તમે બધા મને માફ કરજો, હવે આ દુનિયામાં હું નથી. પણ મારા પરિવારને જોજો. ભૂલ મે કરી છે. તો સજા પણ મને જ થવી જોઈએ. એટલે હું જાઉં છુ. તમે મારા પરિવારને જોજો રાકુભાઈ તમે ખાસ ધ્યાન આપજો. તેવો મેસેજ કરી મહેશભાઈએ ઝેરી દવા ગટગટાવી હતી.

મેસેજ વાંચી તેમની શોધખોળ કરતાં મહેશભાઈ નહેર ઉપરથી મળી આવ્યા હતાં, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ ઝેર શરીરમાં વધુ ફેલાઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના સંદર્ભે રાકેશભાઈ કનુભાઈ પટેલ દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો