સન્માન સમારોહ:35 વર્ષથી સમરસ બનતા મોટી નરોલી ગામના હોદેદારો સન્માનિત

કોસંબા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરપાડા, માંગરોળની સમરસ ગ્રામપંચાયતનાં સરપંચ અને સભ્યોનો સન્માન સમારોહ

માંગરોળ તાલુકાનાં મોટી નરોલી ગામે સમરસ થયેલા ત્રણ ગામ મોટા બોરસરા, મોટી નરોલી અને પાનસરા ગામનાં સરપંચ અને વોર્ડ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરતસિંહ ઠાકોર, મુસ્તાકભાઈ નૂરભાઈ પટેલ અને નિલેશસિંહ ઠાકોરની આગેવાનીમાં મોટી નરોલી ગામ છેલ્લા 35 વર્ષથી સમરસ થતું આવ્યું છે. મોટી નરોલી ગામનાં સરપંચ ગીતાબેન નિલેશસિંહ ઠાકોર જે આગાઉ પણ માંગરોળ તાલુકા સંગઠનનાં ઉપ પ્રમુખપદ પર રહી ચુક્યા છે. નિલેશસિંહ ઠાકોર ઉર્ફે દાદુ ભાઈ માંગરોળ તાલુકાના મંત્રી અને કીમ નાગરિક બેન્કનાં બે ટર્મથી ડિરેક્ટરની સેવા આપી રહ્યા છે.

સાથે જ મોટા બોરસરા અને મોટી નરોલી સેવા સહકારી મંડળીનાં પ્રમુખ છે, જેઓની આગેવાનીમાં મોટી નરોલી ખાતે સમરસ થયેલા ગામોનાં સરપંચ અને વોર્ડ સભ્યોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. જોકે ટેકેદારો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. સુરત જિલ્લા ઉપ પ્રમુખ અનિલ શાહ, કોસંબા નગરનાં રાકેશ સોલંકી, દેવેન્દ્રસિંહ ચોહાણ, તેમજ મોટી નરોલીનાં કૈયુમ શેખ, મકસુદભાઈ સહિત તાલુકાના ભાજપ સર્મથિત આગેવાનોએ હાજરી આપી હતી.

સમરસ થયેલી ત્રણ ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સરપંચ મોટી નરોલીનાં ગીતાબેન નિલેશસિંહ ઠાકોર, ડેપ્યુટી સરપંચ જહેદાબીબી, મોટા બોરસરાનાં રાધાબેન વસાવા, પાનસરા ગામનાં ધવલ પટેલ તેમજ વોર્ડ સભ્યોનું સન્માન કરાયું હતું. પૂર્વ મંત્રી અને ઉમરપાડા માંગરોળ ધારાસભ્ય ગણપત વસાવાએ સમરસ ગામોનાં વિકાસ કામો કરવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...