વિરોધ:હથોડા ગામે વળતર ચુકવવાની માગ સાથે વીજલાઇનનું કામ અટકાવાયું

કોસંબા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને વચ્ચે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો
  • ગેટકો કંપનીદ્વારા થતી કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ

માંગરોળ તાલુકાના હથોડા ગામે હથોડા વેલાછા રોડ પરથી પસાર થતી હાઈટેન્સન લાઈનમાં હાલ ગેટકો કંપની દ્વારા વધુ એક સર્કિટ નાંખવાની કામગીરી ચાલતી હોય ખેડૂતોએ ભેગા મળીને કામગીરી અટકાવી બાકી પડતું જૂનું વળતર અને હાલ યોગ્ય વળતર આપવાની માંગણી કરી હતી.

હથોડા ગામની હદમાંથી ગેટકો કંપની દ્વારા 10 વર્ષ પૂર્વે નાંખવામાં આવેલી કીમ વેલાછા હાઈટેન્સન લાઈન ઉપર તાજેતરમાં વધુ એક સર્કિટ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ હાઈટેન્સન લાઈન 10 વર્ષ પૂર્વે નાંખવામાં આવી હતી. જે તે સમયે કેટલાક ખેડૂતોને વળતર આપવા બાબતે કંપનીને ઠાગાઠૈયા કર્યા હતાં.

જ્યારે ઘણા ખેડૂતોને નજીવું વળતર આપ્યું હતું. જેથી ખેડૂતોમાં આ બાબતે રોષની લાગણી છે. ફરી એકવાર મંગળવારના રોજ ગેટકો કંપનીના માણસો વધુ એક સર્કિટ નાંખવાની કામગીરી કરતાં હથોડા ગામના ખેડૂતોએ કામગીરી અટકાવી હતી.

જેથી ગેટકો કંપનીના અધિકારીઓએ ઘર્ષણ રોકવા માટે પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને મામલો ખેડૂતો સાથે થાળે પાડ્યો હતો. કંપનીના અધિકારીઓએ યોગ્ય વળતર આપવાની ખાતરી આપી જે માટે ફોર્મ ભરવાની કાર્યવાહી કરવાની હોય, જે કાર્યવાહી કરવા ખેડૂતોને જણાવતાં મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...