માગ:સર્વિસ રોડ બંધ હોવાથી વાહનચાલકો રોંગ સાઇડ જતાં અવારનવાર થતાં અકસ્માત

કોસંબા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોસંબા ઓવર બ્રિજનો બંધ સર્વિસ રોડ બંધ હોવાથી વાહનચાલકો રોંગ સાઈડ જતાં અકસ્માતો થાય છે. - Divya Bhaskar
કોસંબા ઓવર બ્રિજનો બંધ સર્વિસ રોડ બંધ હોવાથી વાહનચાલકો રોંગ સાઈડ જતાં અકસ્માતો થાય છે.
  • કોસંબા રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ બંધ
  • બંધ કરેલો ફાટક ખોલવા માટે કોસંબા પોલીસ રેલવેને રજૂઆત કરશે

નેશનલ હાઈવે નં 48 પર કોસંબા રેલવે ફાટક ઓવરબ્રિજ પર નેરોગેજ ટ્રેનની રેલવે તરફનો સર્વિસ રોડ રેલવે તંત્ર દ્વારા 15 વર્ષ અગાઉ નેશનલ હાઈવે ઉપર બ્રિજ બનતા બંધ કરી દેવામાં આવ્યો હતો. ભરૂચ તરફના બંને સર્વિસરોડ બંધ હોવાને કારણે હાઈવે પર ચઢવા અને ઉતરવા માટે રોંગ સાઈડ પર જઈને જોખમી રીતે હાઈવે પર ચઢે છે અને ઉતરે છે. નાના વાહનચાલકો પણ આ જોખમી રીતે ઉપયોગ કરે છે. નાના મોટા અકસ્માતો બની રહ્યાં છે.

છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી નેરોગેજ ટ્રેન બંધ હોય હવે લોકોની સલામતી માટે રેલવે તંત્ર સર્વિસરોડને ચાલુ કરવાની મંજૂરી આપે એ જરૂરી છે. અંદાજિત 15 વર્ષ પહેલા નેશનલ હાઈવે ચાર માર્ગ માથી છ માર્ગીય બનાવતાં મોટા ભાગના સર્કલ અને રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રીજનું નિર્માણ કરવામા આવ્યુ હતું. જેમાં કોસંબા ઉંમરપાડા નેરોગેજ ટ્રેનનું ક્રોસિંગ ઉપર બ્રિજનું નિર્માણ કરવામાં આવતાં રેલવેના નિયમ પ્રમાણે નેરોગેજ ટ્રેનની રેલવે ફાટક બંધ કરી દેવામાં આવી હતી.

જેથી રેલવે ઓવરબ્રીજના ભરૂચ તરફના બંને છેડા રેલવે ફાટક બંધ કરતાં બંધ થઈ ગયા હતાં. આ 15 વર્ષ દરમિયાન અંદાજિત 8થી 10 વર્ષ સુધી કોસંબા ઉંમરપાડા નેરોગેજ ટ્રેન દિવસમાં બે વખતે દોડતી હતી. છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી કોસંબા ઉંમરપાડા નેરોગેજને બંધ કરી દેવામાં આવી છે.

જેથી રેલવે તંંત્ર જો આ રેલવે ફાટકને ફરી એકવાર ખોલી આપે અને વાહન ચાલકોને ભરૂચ તરફના સર્વિસરોડ બનાવી આપે તો મોટા પ્રમાણમાં થતાં અકસ્માતો રોકી શકાય તેમ છે. આ અંગે વખતો વખતો રેલવે સહિત સાંસદ, ધારાસભ્ય વગેરેને રજૂઆતો કરવામાં આવી છે. તે છતાં હજુ સુધી પરિણામ શૂન્ય છે. ફરી એકવાર કોસંબા પોલીસે બંધ રેલવે ફાટકને ખોલી સર્વિસ રોડ શરૂ કરવવા માટે રેલવેને અકસ્માતનો હવાલો આપી ફાટક ખોલવાની માંગ કરવામાં આવશે.

ભારે વાહનો હાઈવે ઉપર જવા સર્વિસ રોડનો ઉપયોગ કરે છે
કોસંબા રેલવે ઓવરબ્રિજ નેશનલ હાઈવે નં 48 ઉપર ભારે વાહનો હાઈવે ઉપર ચઢવા અને ઉતરવા માટે જોખમી રીતે સર્વિસરોડનો ગેરકાયદે અને જોખમી ઉપયોગ કરે છે, જેને કારણે ઘણા અકસ્માત થઈ રહ્યાં છે. આ પહેલા પણ કોસંબા પોલીસ દ્વારા રેલવેને ફાટક ખોલવા માટે લેખિતમાં માંગણી કરવામાં આવી હતી અને ફરી એકવાર કોસંબા પોલીસ ફાટક ખોલવા માટે રેલવેને ભલામણ કરતો પત્ર લખશે. - જે. ડી વાઘેલા, કોસંબા પીઆઈ

અન્ય સમાચારો પણ છે...