છેતરપિંડી:મશીનરી માટે લોન લઇ ડિસ્ટ્રિક્ટ બેંક સાથે 10 કરોડની ઠગાઇ, 4 સામે ગુનો

કોસંબા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીપલોદના દંપતિએ 4 કંપનીના નામે લોન લઈ હપ્તા ન ભર્યા

પીપલોદ ડુમસ રોડ પર રહેતા દંપતિએ મોટા બોરસરાની અલગ-અલગ 4 કંપનીના નામે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક પાસેથી મિલકત-મશીનરી પર ઔદ્યોગિક હેતુ માટે 9.92 કરોડની લોન લીધી હતી. આ લોનના હપ્તા ન ચૂકવીને મોર્ગેજ મૂકેલી મશીનરીને બેંકને જાણ કર્યા વિના અન્ય જગ્યાએ ખસેડી લેતા છેતરપિંડી કરનાર બેંકના લોન મેનેજરે લોનધારક દંપતિ અને 2 જામીનદાર સહિત ચાર સામે કોસંબા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

લોન મેનેજરે આપેલી ફરિયાદ મુજબ વિલીસ રમેશચંદ્ર પટેલ (રહે. મેપલ લીફ્ટ પીપલોદ) દ્વારા ડિસ્ટ્રીક્ટ બેંકથી જય સિટી એન્ટરપ્રાઈઝ મધુરમ ટ્રેડર્સ, તૃપ્તી એન્ટર પ્રાઈઝ તેમજ તેમના પત્ની ખ્યાતી પટેલના નામે ઓમ સાઈ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર તરીકે રાખી લીધેલી9.92 કરોડની લોન અને કેશ ક્રેડિટ ભરી ન હતી. તેમજ લોન માટે મોર્ગેજ મૂકેલી મશીનરી બેંકને જાણ કર્યા વિના ખસેડી લીધી હતી. આ લોનમાં જામીનદાર તરીકે રાંદેરના નિરવ ભરતભાઈ વશી અને મોરા ભાગળ કેજલ ભાવેશકુમાર પટેલ દ્વારા જામીનદાર તરીકે રહ્યા હતાં.

7.52 કરોડની લોન લઇ બીજી કેશ ક્રેડિટ લીધી
વિલીસ પટેલ અને તેની પત્ની ખ્યાતિ પટેલના નામે બેંકમાંથી ચાર પેઢીના નામે બોરસરાગામની મિલકત અને મશીનરી મોર્ગેજ કરાવી 2016માં 7 કરોડ 52 લાખની લોન લીધી હતી.ત્યાર બાદ વિલીસ પટેલ દ્વારા વધુ 1 કરોડ 46 લાખની લોન લીધી હતી. વર્ષ 2018માં આ જ પેઢી પર બેંકથી વધુ એક કરોડની કેશ ક્રેડિટ મેળવી હતી.આમ કુલ 9.92 કરોડની લોન લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...