અકસ્માત:કીમ સર્વિસ રોડ પર ટેમ્પો પલટી જતાં પાંચ વર્ષની બાળકીનું મોત

કોસંબા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના કીમ ચાર રસ્તા નજીક એક ટેમ્પાના માર્ગ અકસ્માતમાં ટેમ્પો પલટી મારી જતાં ટેમ્પા નીચે એક 5 વર્ષીય માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાં નેહા નં 48 ઉપર કીમ ચાર રસ્તાથી કામરેજ તરફ જવાના સર્વિસ રોડ પર ઝમઝમ રેસીડેન્સીની સામે થ્રી વ્હીલ ટેમ્પા નંબર (GJ-21G-377)ના માલિક જયદીપભાઈ કિશનભાઈ ગુમારિયા પોતાની પત્ની આકાશીબહેન તેમજ પાંચ વર્ષની પોતાની ભાણેજ આરતીને લઈને જઈ રહ્યા હતાં ત્યારે એક મોટરસાઈકલને બચાવવા જતાં તેમનો ટેમ્પો પલટી મારી ગયો હતો.

જેમાં આરતી ટેમ્પા નીચે દબાઈ ગઈ હતી. લોકોની મદદથી ટેમ્પા નીચેથી કાઢી 108ની મદદથી સારવાર અર્થે લઈ ગયા હતાં જ્યાં સિવિલમાં ડોક્ટરને મૃત જાહેર કર્યા હતાં.

એકની એક દીકરીના મોતથી પરિવાર આઘાતમાં
આરતી પરિવારની એકની એક દીકરી હતી. પિતા મજુરી કામ કરે છે. પરિવારમાં આરતીનો મોટો ભાઈ છે. આરતીનો અકસ્માતમાં મૂઢ માર વાગ્યો જ્યાં સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. દીકરીના મોતથી પરિવારની હાલત કફોડી બની હતી.

અન્ય સમાચારો પણ છે...