માં રોળ તાલુ કાના પાલોદ જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતાં આગ પર કાબૂ મેળવવા ચાર લાશ્કરોની મદદ લેવી પડી હતી. પાલોદ ગામની જી ઈડ ઈડ શિવ ટ્રેડિંગ કંપની નામની પલ્ાસ્ટિક દાણા બનાવતી કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ અંગેની જાણ સ્થાનિક લાશ્કરોને કરવામાં આવતાં કામરેજ અને કામરેજ સુમી લોન, સુરતના ચાર ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. 4 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. દાણા અને પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો સળગી ગયો હતો. જેમાં કંપનીને લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું હાલ જાણવા મળ્યું છે.
ફાયર ટેન્ડર બહાર થી બોલાવાય છે
માંગરોળ માંડવી અને ઓલપાડ આ ત્રણ તાલુકાને જોડતો ઔદ્યોગિક એકમનો વિસ્તારથી બોરસરા, કીમ, પાલોદ, પીપોદરા, કરંજ, લિડિંયાત વગેરે વિસ્તારમાં ફેલાયેલો છે. જેમાં બેથી ત્રણ હજાર જેટલી નાની મોટી ફેક્ટરી આવેલ છે. જેમાં દર વર્ષે અકસ્માતે ઘણીવાર આગ લાગે છે. જે આગ પર કાબૂ લેવા માટે નજીકમાં સરકારી ફાયર સ્ટેશન હાજર ન હોય. આગ પર કાબૂ મેળવવા ફાયર ટેન્ડરને કોસંબા, કામરેજ સુરતથી બોલાવવામાં આવે છે. જેથી સમય લાગી જતાં આગ બેકાબૂ બને છે. માંગરોળ તાલુકા ઈન્ડસ્ટ્રીયલ એસો. વર્ષોથી સરકાર દ્વારા ફાયર સ્ટેશન સ્થાપવાની માંગણી કરતાં આવ્યા હોવા છતાં હજુ સુધી ધ્યાન આપ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.