ખેડૂતોનો વિરોધ:કલેક્ટરના આદેશ બાદ પણ વધારાનું વળતર ન ચુકવાતાં માંગરોળના 5 ગામના ખેડૂતોએ એક્સપ્રેસ વેનું કામ રોક્યું

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જમીન સંપાદન બાદ વધારાનું વળતર ન ચુકવાતા સાઇટ પર વિરોધ નોંધાવવા પહોંચેલા ખેડૂતો. - Divya Bhaskar
જમીન સંપાદન બાદ વધારાનું વળતર ન ચુકવાતા સાઇટ પર વિરોધ નોંધાવવા પહોંચેલા ખેડૂતો.
  • જંત્રી મુદ્દે ખડૂતોએ વાંધો રજૂ કરતા ઓક્ટોબર 2021માં રૂ.200 કરોડ ચૂકવવાનો હુકમ કરાયો હતો
  • 15 એપ્રિલ 2022 સુધી વધારાના રૂપિયા ચૂકવવાની વાત હતી જે ન મળતાં ખેડૂતોનો વિરોધ

સુરત જિલ્લામાંથી પસાર થતાં નિર્માણાધિન એક્સપ્રેસ હાઈવેના કામમાં માંગરોળ તાલુકાના પાંચ ગામોને જમીન સંપાદન અધિકારી અને નેશનલ હાઈવે ઓથોરિટીએ કલેક્ટર આદેશ પછી અંદાજિત 200 કરોડ જેટલો જંત્રીનો ભાવ વધારો ન આપતાં ખેડૂતોએ આજે માંગરોળ તાલુકામાંથી પસાર થતાં એક્સપ્રેસ હાઈવેના કામને બંધ કરાવ્યું હતું, અને જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામને બંધ રાખી આંદોલન કરવાની તૈયારી આરંભી છે.

સુરત જિલ્લાના 37 ગામોમાંથી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. આ તમામ ગામોમાં જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરી એક્સપ્રેસ હાઈવેનુ કામ 2018થી શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા 23-2-2018ના રોજ એવોર્ડ જાહેર કરી જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાંથી માંગરોળ તાલુકાના 7 ગામોને યોગ્ય વળતર ન મળતાં તેમણે 23-3-2018ના રોજ વાંધા સાથે પોતાની જમીનનો કબજો સોંપ્યો હતો, અને જંત્રીના ભાવમાં સુધારો કરી વધુ વળતર મેળવવા માટે સુરત જિલ્લા કલેક્ટરની કોર્ટમાં કોર્ટ કેસ કર્યો હતો.

જે કેસ સુરત કલેક્ટરની કોર્ટમાં ચાલી જતાં તારીખ 14-10-2021ના રોજ સુરત જિલ્લા કલેક્ટરે જંંત્રીમાં સુધારો કરી વધારેનો ભાવનું વળતર તાત્કાલિક અસરથી ચૂકવવાનો આદેશ નેશલહાઈવે ઓથોરિટી અને જમીન સંપાદન કચેરીને કરવામાં આવ્યો હતો. માંગરોળ તાલુકામાંથી પસાર થતાં કોસંબા, કુંવરદા, સિયાલજ અને મોટી નરોલીને ચૂકવવા પાત્ર થતી 200 કરોડ જેટલી જંગી રકમ કલેક્ટરના હુકમ બાદ પણ ચૂકવામાં આવી ન હોય. ખેડૂતો સાથે થયેલા અન્યાયે ફરી એકવાર એક્સપ્રેસ હાઈવેનો વિરોધનો વમણ ઊભો કર્યો હતો.

જેમાં 28-3-2022ના રોજ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરીટી જમીન સંપાદનના અધિકારી અને ખેડૂતોની હાજરીમાં યોજાયેલી મિટિંગમાં જિલ્લા કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટી અને જમીન સંપાદન અધિકારીનેસૂચના આપવામાં આવી હતી કે 15-4-2022 સુધીમાં આ ચાર ગામના ખેડૂતોને તેમનું બાકી પડતું વળતર ચૂકવી દેવું. જો આ પ્રમાણે નહીં કરવામાં આવે તો ખેડૂતો એક્સપ્રેસ હાઈવેના કામ સામે વિરોધ નોધાવશે જેની જવાબદારી તંત્રની રહેશે.

સુરત જિલ્લામાંથી પસાર થતાં એક્સપ્રેસ હાઈવેના 37 ગામો પૈકી 32 ગામને પોતાની જમીનનો કબજો સોંપવા પહેલા તેમણે જમીનનું યોગ્ય વળતર લઈ લીધુ હોય. જ્યારે માંગરોળ તાલુકાના 5 ગામોના ખેડૂતોએ પોતાની જમીનનો કબજો વાંધા સાથે સોંપી દીધો હોય.

કલેક્ટરના હુકમ બાદ પણ વધારેનું વળતર ચૂકવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને જમીન સંપાદન કચેરી લાલીયાવાડી કરતી હોય. આજરોજ વિફરેલા ખેડૂતોનેએ મોટી નરોલીથી તરસાડી સુધી ચાલતાં એક્સપ્રેસ હાઈવેના કામને શાંતિપૂર્ણ આંદોલન કરી બંધ કરાવ્યું હતું. સાથે ખેડૂતોએ ચીમકી પણ આપી હતી કે જ્યાં સુધી ખેડૂતોને કલેક્ટરના આદેશ મુજબ વળતર મળશે નહીં ત્યાં સુધી એક્સપ્રેસ હાઈવેનું કામ કરવા દેવામાં આવશે નહીં, અને આવનારા દિવોસમાં ખેડૂતો ખેડૂતો એક્સપ્રેસ હાઈવેના કામની જગ્યાએ ધામા નાંખી આંદોલન કરશે.

જો હકની રકમ ન ચુકવાય તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી
માંગરોળ તાલુકાના 5 ગામના ખેડૂતોએ જંત્રીના યોગ્ય ભાવો ન મળતાં વાંધા સાથે પોતાની જમીનનો કબજો નેશનલ હાઈવેને સોપ્યો હતો. જ્યારે સુરત જિલ્લાના અન્ય 32 ગામોના ખેડૂતોએ યોગ્ય વળતર મળ્યા બાદ જ જમીનનો કબજો સોંપ્યો હતો. માંગરોળ તાલુકાના ભોળા ખેડૂતોનો ગેરફાયદો હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉઠાવી રહ્યાં છે. જેથી કલેક્ટરના આદેશ બાદ પણ વધારેના વળતરની રકમ અમને લોકોને ચૂકવી રહ્યાં નથી. જો ખેડૂતોને તેમના હક્કની રકમ આપવામાં નહીં આવશે તો ફરી ખેડૂતો પોતાની જમીનનો કબજો મેળવી તેની પર ખેતી કરશે. માંગરોળ તાલુકાના ખેડૂતોને હાઈવે ઓથોરિટી હળહળતો અન્યાય કરી રહી છે. આગામી દિવસોમાં હાઈવે ઓથોરિટી ખેડૂતોના ઉગ્ર આંદોલન માટે તૈયાર રહે. - અંદાજ શેખ ,અસરગ્રસ્ત ખેડૂત

અન્ય સમાચારો પણ છે...