ધરપકડ:ડ્રાઇવરની હત્યા કરી 26 લાખનો પાઉડર ભરેલું ટેન્કર હાંકી જનારા 2 કોઠવા પાસેથી ઝડપાયા

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 4 દિવસ પૂર્વે ભરૂચ જિલ્લામાં બનેલી ઘટનાના બંને આરોપીને સુરત જિલ્લા ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

ભરૂચ જિલ્લાના દહેજ વિપુલ રોડ ઉપર 28 તારીખ ના રોજ બે ઈસમોએ ટેન્કર ડ્રાઇવર નું ખૂન કરી ટેન્કરમાં ભરેલા 26 લાખથી વધુની કિંમતના 31 ટન પી.ટી.એ પાવડરની લૂંટ ચલાવ્યાની ઘટના બની હતી. આ ઘટના બાદ આરોપીઓ ટેન્કર લઈને ભાગી છૂટયા હતા ભરેલા ટેન્કરને તેમણે માંગરોળ તાલુકાના પાલોદ ગામ ખાતે એક ઈસમને વેચ્યું હોય. સુરત જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બે ઇસમોને પાઉડર વેચાણના પાંચ લાખ રૂપિયા રોકડા સાથે ઝડપી પાડી ટેન્કરમાં ભરેલો 31 ટન પાઉડર કબજે કર્યો છે. પોલીસે બંને ઈસમ અને ઝડપી પાડી આ પાઉડર ખરીદનાર ત્રીજાને વોન્ટેડ જાહેર કર્યો છે.28

તારીખ ના રોજ ભરૂચ જિલ્લાના નબીપુર ગામ પાસે એક લાશ મળી આવી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ડ્રાઇવર દહેજ થી pta નામનો પાઉડર ભરીને નીકળ્યો હતો. જેના ટેન્કરને લૂંટી નરૂલ ઈસ્માઈલ હોદ્દા તેમજ અબ્દુલ અઝીઝ ખાન નામના બે લુટારુએ આ ડ્રાઈવરને જાનથી મારી નાખી તેની લાશ નબીપુર પાસે ફેંકી ટેન્કરમાં ભરેલ 2664000 કિંમતનો 31 ટન એ પાઉડર ની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આ અંગે ભરૂચ જિલ્લાની પોલીસની સાથે સાથે સુરત જિલ્લા પોલીસ પણ આરોપીઓને શોધવા કામે લાગી હોય.

એલસીબીના એસઆઈ અજયભાઈ તેમજ નરેશભાઈને બાતમી મળી હતી. કે આ ઘટનાના આરોપી માંગરોળ તાલુકાના કોઠવા ગામના પાટિયા પાસે ઊભા છે, અને સેલવાસ તરફ જઈ રહ્યા છે જે બાતમીના આધારે આ બંને ને એલસીબીએ ઝડપી પાડયા હતા. તેમની અંગજડતી કરતા તેમની પાસેથી પાંચ લાખ 81 હજાર રૂપિયા આવ્યા હતા. રૂપિયા બાબતે તેમને તપાસ કરતાં તેમણે દહેજ રોડ ઉપર ડ્રાઇવર મુકેશ યાદવની હત્યા કરી તેના કબજાનો પાઉડર ભરેલું ટેન્કરની લૂંટ ચલાવી હોવાનું કબુલાત કરી હતી.

આ પાઉડર તેમણે અનિલભાઈ નામના ઈસમને સસ્તામાં વેચાણથી આપી દીધો હતો અને તે જ આ પાંચ લાખ રૂપિયા હોવાનું તેમણે કબૂલ્યું હતું. આ માલ ખરીદનાર અનિલભાઈ તેમને કઠવા ગામ નજીક ઉતારી મૂક્યા હતા જેથી આ ઈસમોની સાથે રાખીને પોલીસે તપાસ કરતા પોલીસને 31 ટન પાઉડરનો જથ્થો પણ પોલીસને મળી આવ્યો હતો 31 ટન પાવડરની રિકવરી કરી આરોપીઓ પાસેથી મળેલા રોકડા રૂપિયા મોબાઈલ કુલ 30 લાખ 57 હજાર નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...