કામગીરી:નંદાવ ઓવરબ્રિજની મરામત ટ્રાફિક સર્વિસરોડ પર ડાયવર્ટ

કોસંબા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ મરામતની કામગીરી શરૂ

નેશનલ હાઈવે નં 48 ઉપર માંગરોળ તાલુકાના નંદાવ મહુવેજ ચોકડી પર બનેલા ઓવરબ્રીજમાં ભ્રષ્ટ્રાચારના પડેલા ખાડાને રિપેરિંગ કરવાનું કામ પણ મંતર ગતિએ ચાલતું હોય. છેલ્લા 10 દિવસ કરતાં વધુ દિવસથી અમદાવાદથી સુરત તરફ જતા રોડને બંધ કરી ટ્રાફિક સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નંદાવ અને મહુવેજ ગામને જોડતાં રોડને કારણે બનેલા નેશનલ હાઈવે નં 48ના ચાર રસ્તા ઉપર બનેલો ઓવરબ્રિજ એક વર્ષની અંદર જ ભ્રષ્ટ્રાચારને કારણે ખાડા પડી ગયા છે. બ્રિજના ચઢવા અને ઉતરવાના એપ્રોચ પર મસમોટા ખાડા પડતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જે અંગે દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ તંત્ર દ્વારા કામ કરનાર એજન્સીની કાન અામળાવતાં એજન્સી દ્વારા કોઈક થર્ડ પાર્ટીન આ મરામત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં સુરતથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવેનું રિપેરિંગ કર્યું હતું.

તેમજ અમદાવાદથી સુરત તરફ જતાં હાઈવેપર અમદાવાદ તરફના છેડા ઉપર આડાશ મુકી કામની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસથી આ પરિસ્થિતિ છે. જેના કારણે વાહનચાલોક મુશ્કેલી ભોગવી રહ્યાં છે. રિપેરિંગ કામ મંથરગતિએ અને બેદરકારી પૂર્વક કરવામાં આવે છે. કામ માટે ઓવરબ્રીજ બંધ કરવામાં આવતાં સમગ્ર ટ્રાફિક સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિકના ભારણને કારણે હાલ સર્વિસ રોડ પર પણ ખાડા પડી ગયા છે. જેથી છાસવારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય રહી છે.

ભ્રષ્ટ્રાચાર અંગે અહેવાલ પ્રસિદ્ધ થયો હતો
નંદાવ મહુવેજ ચોકડી પર ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે કામમાં વેઠ ઉતારાતો હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. છતાં તંત્રએ ધ્યાન ન આપતાં હાલ નવો બ્રીજ પર ખાડા પડી ગયા છે.

સર્વિસરોડ પર ટ્રાફિક ડાયવર્ટ થતાં ખાડા
બ્રીજ પર રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી હોવાથી ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે ઓવરબ્રીજ પર પણ વરસાદને કારણે ખાડા પડી ગયા છે. જેથી સર્વિસ રોડ પર ટ્રાફિક થતા વાહનોની લાંબી લાઈનો લાગી રહી છે.

બ્રિજ પર એક જ વર્ષમાં ખાડા પડી ગયા
બ્રિજની કામગીરી હલકી કક્ષાની હોવાથી એક વર્ષમાં જ ખાડા પડી ગયા છે. જેની મરામત પણની કામગીરી પણ ઢીલી છે. સર્વિસરોડ પર ટ્રાફિક થતાં વાહનચાલોકને અગવડ પડે છે. > રમેશભાઈ, સ્થાનિક રહીશ