તપાસ:વિવાદિત સાવા બ્રિજ ફરી ઓબ્ઝોર્વેશનમાં જોઈન્ટ પર કાચના ટુકડા લગાવી ચકાસણી

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓવરબ્રિજની મજબૂતી ટકાવી રાખવા લોખંડના તાણીયા માર્યા છે અને બ્રિજમાં થતાં ફેરફારને નોંધવા જોઇન્ટ પર કાચની પ્લેટો મારવામાં આવી છે. - Divya Bhaskar
ઓવરબ્રિજની મજબૂતી ટકાવી રાખવા લોખંડના તાણીયા માર્યા છે અને બ્રિજમાં થતાં ફેરફારને નોંધવા જોઇન્ટ પર કાચની પ્લેટો મારવામાં આવી છે.
  • જોઈન્ટ પર કાચના ટુકડા લગાવી ચકાસણી

માંગરોળ તાલુકાના સાવા પાટિયા ચાર રસ્તા ઉપર વર્ષ દિવસ પહેલા બનેલો ઓવરબ્રિજની મજબૂતાઈ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ શંકા કુશંકા હોય ઓવરબ્રિજની મજબૂતાઈમાં કોઈ ફેર પડે છે કે કેમ તે ચકાસણી કરવા થર્ડ પાર્ટી ઓબ્ઝોર્વેશન હેઠળ તેને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યો છે.

નેશનલ હાઈવે નં 48 પર માંગરોળ તાલુકાના સાવાપાટિયા પાસે અકસ્માતો વારંવાર થતા હોય. આ ભયજનક ક્ષેત્રમાં વર્ષોની માંગણી બાદ ઓવરબ્રિજનું નિર્માણ થયું હતું. પરંતુ કામ કરનાર એજન્સી યોગ્ય ધારાધોરણ મુજબ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા તે પહેલા ઓવરબ્રિજના એપ્રોચમાં લાગેલ લાગેલી કોંક્રિટની પ્લેટો પોતાની જગ્યાએથી ખસી ગઈ હતી. જેને કારણે બ્રિજના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું હતું. આ અંગે દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટીએ નુકસાન પામેલા હિસ્સાને એજન્સી સામે ફરીથી બનાવવાની ફરજ પડી હતી.

બ્રિજમાં થતાં ફેરફારને નોંધવા જોઇન્ટ પર કાચની પ્લેટો મારવામાં આવી છે.
બ્રિજમાં થતાં ફેરફારને નોંધવા જોઇન્ટ પર કાચની પ્લેટો મારવામાં આવી છે.

ફરીવાર એપ્રોચની દીવાલ ક્ષતિ દેખાતી હોય અને યોગ્ય આકારમાં દેખાતી હોય. કોંક્રિટ પ્લેટો ખસી જવાની ઘટના પહેલા બની હોય. ઘણી જગ્યાએ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખસી ગયેલી પ્લેટોને પોતાની જગ્યાએ બાંધી રાખવા માટે તાણિયા માર્યા છે. જ્યારે બ્રિજમાં કોઈ નુકસાન થઈ રહ્યું છે કે કેમ તે ચકાસવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીએ થર્ડ પાર્ટીએ એજન્સીની નિમણૂક કરી છે. તે એજન્સી સતત બ્રિજની મજબૂતીનું ઓબ્ઝોર્વેેશન કરી રહી છે. તે માટે ઘણી જગ્યાએ બે કોંક્રિટ પ્લેટોને જોડતાં જોઈન્ટ પર કાચના ચોરસ ટુકડા લગાવવામાં આવ્યા છે. જેથી જો પ્લેટો કોંક્રિટની જગ્યાએથી ખસે તો કાચને નુકસાન થાય અને બ્રિજમાં કોઈ હલચલ થાય કે તેમ તેનું સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...