રજૂઆત:તરસાડીમાં જમીનના ઉતારા કાઢી આપવા વ્યવસ્થા ઊભી કરવા માગ

કોસંબા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7/12 , 8-અ ના ઉતારા કાઢવાની વ્યવસ્થા નથી
  • ખેડૂતોએ ઉતારા માટે આસપાસના ગામોમાં જવુ પડે છે

માંગરોળ તાલુકાના સૌથી વધુ વસતિ ધરાવતાં તરસાડી નગર પાલિકાની ઓફિસે ખેડૂત ખાતેદારો માટે 7/12 , 8-અ ના ઉતારા કાઢવાની વ્યવસ્થા ન હોય. વર્ષોથી ખેડૂતો હાડમારી ભોગવી રહ્યાં છે. નગરપાલિકા ખાતે આ સુવિધા ચાલુ કરવા ખેડૂતોની માંગ છે.

માંગરોળ તાલુકાનાં સૌથી વધુ વસતિ ધરાવતી તરસાડી નગરપાલિકા હદ વિસ્તારમાં પ્રોપર્ટી ધરાવતાં ખેડૂત ખાતેદારોએ 7/12, 8-અ અને નં 6 વગેરેના ઉતારા માટે આજુબાજુના નાના ગામો જેવા કે મહુવેજ, કુંવરદા, વેલાછા, કોસંબા સુધી લાંબા થવું પડે છે. તરસાડી નગરપાલિકા ઓફિસ અદ્યતન સવલતો ધરાવતુ હોય નગરપાલિકામાં ઘણા લાંબા સમયથી 7/12, 8-અ અને નંબર 6ની નકલ કાઢવાની કોઈ સુવિધા ઊભી કરવામાં આવી નથી. જેથી ખેડૂતો જમીન માલિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજુબાજુની નાની ગ્રામ પંચાયતો પર મદાર રાખવો પડે છે.

કાયમી તલાટીની નિમણૂંકની પણ માગ
અંદાજિત છ- સાત વર્ષ કરતાં લાંબા સમયથી તરસાડી નગરપાલિકામાં જમીનના ઉતાર ઓન લાઈન કાઢવા માટે કોઈ વ્યવસ્થા નથી. ઉપરાંત તલાટી કમ મંત્રી પણ ચાર્જમાં હોય. ખેડૂતોને ઘણી મુશ્કેલી પડે છે. તરસાડી નગરપાલિકામાં તાકીદે જમીનના ઉતારા કાઢવા માટેની સુવિધા ઊભી કરવામાં આવે અને કાયમી તલાટીની નિમણૂક કરવામાં આવે એવી માંગ છે. > સુરેન્દ્રસિંહ ખેર, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...