તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંગરોળ તાલુકાના સિયાલજ કોસંબા વચ્ચેના રોડ પર આવેલા લો લેવલ બ્રિજ ઉપર છેલ્લા લાંબા સમયથી પશ્ચિમ રેલવે દ્વારા ચાલતાં ફેઈટ કોરીડોરના કામકાજના કારણે કીમ નદી તેમજ તેના અન્ય ખાડી કોતર ઉપર નાળા નાંખી પાણીને અવરોધવમાં આવ્યું છે. આ લોલેવલ બ્રિજ ઉપર 3થી 4 ફૂટ પાણીનો ભરાવો સતત રહે છે. વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો નિકાલ આવતો નથી. સિયાલજના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી પાણી ભરાવાને કારણે સરકારી સંપત્તીને નુકસાન કરવા બદલ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરી છે.
પશ્ચિમ રેલેવે દ્વારા હાલ અમદાવાદ મુંબઈને સમાંતર ગુડ્સટ્રેન માટે ફેઈટ કોરોડોરનું નિર્માણ ધીમીગતિએ ચાલી રહ્યું છે. કીમ કોસંબા વચ્ચે કીમ નદી તેમજ તેની સાથે આવેલ અન્ય ખાડી ઉપર બ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજ બનાવવા સામાન લઈ જવા કીમ નદી તેમજ ખાડી કોતરનું પુરાણ કરીને તેની ઉપર રસ્તો બનાવ્યો છે, જેથી કીમનો તેમજ ખાડી કોતરનો પ્રવાહ અવરોધાયો છે. આ પ્રવાહ અવરોધાતા પાણી ઘણા વિસ્તારમાં ભરાયા છે. જેથી સિયાલજ અને કોસંબા વચ્ચે રોડ ઉપર લોલેવલ બ્રિજ એક વર્ષથી ડૂબેલો છે. ચોમાસા દરમિયાન ફેઈટ કોરોડોરનું કામની જગ્યાએ જ્યાં પાણી અવરોધવામાં આવ્યું છે તેનું ધોવાણ થતાં પ્રવાહ સામાન્ય થયો હતો. પરંતુ ચોમાસા બાદ ફરી એકવાર કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવવા આડબંધ બનાવ્યો છે.
પાણી ફરી ભરાવવાની શરૂઆત થઈ છે. એક માસથી સિયાલજ કોસંબા વચ્ચે બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને તેની પર ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી છે. જેથી કરીને ત્રણ ગામના લોકો પરેશાન થઈ રહ્યાં છે. રેલવેનું કામ કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની કરતાં પાણીમાં અવરોધ ઊભો કરી દેતા થયેલી સમસ્યા સંદર્ભે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી નિકાલ ન આવતા કંટાળેલા સિયાલજના ખેડૂતોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા આવેનદન 3જી ફેબ્રુઆરીએ માંગરોળ મામલતદારને સુપ્રત કર્યું છે. તેમજ પાણી ભરાવાને કારણે બ્રિજને નુકસાન થઈ રહ્યું હોય આ બ્રિજ સરકારી સંપત્તી ગણાય છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બ્રિજને નુકસાન પહોંચ્યું છે, જેથી કોસંબા પીઆઈને પણ અરજી આપી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા અરજી કરી છે.
આડબંધ બનાવતા ખાડીનું પાણી અવરોધાયું
કીમ નદી અને ખાડી ઉપર રસ્તો બનવાવા આડબંધ બનાવતા ખાડીનું પાણી અવરોધાયું છે. હાલ નહેરના વધારાનો નિકાલ ખાડી કોતરમાં થતાં પાણીનો નિકાલ થતો નથી. જેથી કરીને સિયાલજ કોસંબા વચ્ચે લો-લેવલ બ્રિજએક વર્ષથી સતત ડૂબેલો છે. સિયાલજ અને કોસંબા ગામના ખેડૂતોએ 15 કિમીનો ફેરાવો પડી રહ્યો છે. > અંદાજ શેખ, સિયાલાજ, ખેડૂત આગેવાન
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.