અકસ્માત:મુંબઈ જતાં યુવકને લકઝરી બસે અડફેટમાં લેતાં મોત

કોસંબા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે મુંબઈ જવા માટે નીકળેલા યુવકને એક સ્લીપર કોચ લકઝરી બસે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ઘટનામાં ભોગ બનનાર દીપકભાઈ દિનેશભાઈ વર્મા (21) (રહે. કીમ ચાર રસ્તા વોમપોમ કંપનીના રૂમમાં જી. એમ. પ્લાસ્ટિકની ગલીમાં, તા. માંગરોળ. મૂળ નસીરપુર ગામ, જિ. ફીરોજાબાદ, યુપી) તેમના મિત્ર સાથે 2-5-2022ના વહેલી સવારે મુંબઈ ફરવા જવાના હતાં.

જેથી તેને હાઈવે પર મુકવા માટે તેમના મામાનો છોકરો તનેશ હિરાલાલ સકશેના તેમજ અન્ય એક મિત્ર સાથે પોતાની રૂમ પરથી પીપોદરા ખાતે આવ્યા હતાં અને જ્યાં ગણેશ પેટ્રોલપંપની સામેથી હાઈવે નં 48 ક્રોસ કર્યો હતો. તનેશ મિત્ર સાથે હાઈવે ક્રોસ કરીને આગળ નીકળી ગયો હતો અને દીપક પાછળ હતો. દીપક નેશનલ હાઈવે નં 48 ક્રોસ કરતો હતો ત્યારે મુંબઈથી અમદાવાદ તરફ જતાં ટ્રેક પર પરતી સ્લીપર કોચ લકઝરી બસે પૂરપાટ ઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવી બસના ચાલકે દીપકભાઈને અડફેટે લેતા ઈજા પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...