માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે કચરા વાળી ખુલ્લી જગ્યામાંથી નવજાત બાળક બુધવારે તરછોડેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. માંગરોળના મોટાબોરસરા ગામે બ્લોક સરવે નં 145 વાળી જગ્યામાં નવાપરા જીઆઈડીસી વિસ્તારમાં જ્યાં કચરાનો નિકાલ કરવામાં આવતો હોય તેવી ખુલ્લી જગ્યામાં બુધવારે બપોરે 2.00 કલાકે એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું.
કોઈ અજાણી સગર્ભાએ તાજુ જન્મેલ બાળક પોતાની ઓળખ છુપાવવા નવજાત બાળકને ત્યજી દીધુ હતું. જે અંગે સ્થાનિક લોકોએ કોસંબા પોલીસ સ્ટેશને જાણ કરતાં કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સગર્ભાની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.