તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:તરસાડી અર્બન હેલ્થ સેન્ટરમાં સેમ્પલ લેવામાં મોડું થતાં કોરોના ટેસ્ટ માટે આવેલા લોકોનો હોબાળો

કોસંબા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આખરે પોલીસ બોલાવી સ્થીતી કાબૂમાં લેવાઇ, બાદમાં કામ શરૂ કરાયું

તરસાડી અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોરોનાનું સેમ્પલ આપવા આવેલા લોકોએ આરોગ્ય કર્મચારીઓ અપશબ્દો બોલી સીએચસીના બારણી બારણા જોરદારથી ઠોકી કર્મચારીને બાનમાં લેવાનો પ્રયત્ન કરતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

તરસાડી નગરમાં આવેલ તરસાડી અર્બન હેલ્થ સેન્ટરમાં નિયમિત 11.30 વાગ્યા બાદ કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે. સોમવારના રોજ સવારે રાબેતા મુજબ આરોગ્ય કેન્દ્ર પર સેમ્પલ આપવા આવેલા લોકોનું નામ અને માહિતી ભેગી કરી રજિસ્ટેશન કરવાની પ્રોસીજર ચાલુ હતી ત્યારે કેટલાક માથાભારે લોકો જે સ્થાનિક ઔદ્યોગિક એકમમાંથી કંપનીના નિર્દેશો અનુસાર ફરીથી નોકરી પર જવા માટે કોરોના ટેસ્ટિંગ કરવાનું હોય. નોકરીએ જવાની ઉતાવળે સેમ્પલ જલદી લેવા માટે આરોગ્ય કર્મચારી ઉપર દબાણ કરતાં હતાં. પરંતુ ભેગા થયેલા દર્દીઓની નોંધણી બાકી હોય.

કર્મચારીઓ દ્વારા નોંધણી પૂર્ણ થયે સેમ્પલ લેવાનું શરૂ કરીશું. તેમ જણાવતાં ભેગા થયેલા કેટલાક લોકો પૈકી બે - ત્રણ લોકોએ આરોગ્ય કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન શરૂ કરી નાલાયક ગાળો આપવાની શરૂ કરી હતી. આરોગ્ય કેન્દ્રમાં બળજબરીથી પ્રવેશ કરવા માટે તેમણે કેન્દ્રના દરવાજા ઉપર લાગેલ બારી દરવાજા તેમજ લોખંડની જાળીને ખખડાવી આરોગ્ય કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હતું.

લોકોના વર્તનથી આરોગ્ય કર્મચારીએ પોલીસની મદદ માંગી હતી. પોલીસ આવી જતાં સ્થિત કાબુમાં આવી હતી. કોરોના ટેસ્ટિંગ માટેના સેમ્પલો લેવામાં આવ્યા હતાં. પહેલેથી ઓછા સ્ટાફની સમસ્યા ભોગવી રહેલા તરસાડી અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર 10-15 મિનીટ કર્મચારીએ મોડુ કરતાં આ હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું છલોકોએ હોબાળો કરતાં આરોગ્ય કર્મચારી અસુરક્ષાની લાગણી અનુભવી કરી રહ્યાં છે. આવા વર્તનથી વ્યથીત થયેલા આરોગ્ય કર્મચારીઓએ નોકરી છોડવા માટેની તૈયારી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો