દુષ્કર્મ કેસ:સગીરાને ગર્ભવતી બનાવનાર યુવક, તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરા ગર્ભવતી બનતાં હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો

માંગરોળ તાલુકાના ધામરોડની સીમમાં મજૂર પરિવારની યુવતી બે વર્ષ પહેલા સગીર હોય. માતા પિતા અને ઘરનું આર્થિક ભારણ ઉંચકવા કંપનીમાં કામ અર્થે જોડાઈ હતી. જ્યાં કામ કરતો મહેશભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ફેક્ટરી ચાલુ થતાં ફરીવાર સગીરા ફેક્ટરીમાં કામે ગઈ હતી. આખો દિવસ કામ કરી સાંજે ઘરે આવતી વખતે મહેશ સગીરાને ફેક્ટરીના પહેલા માળ ઉપર બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને કામ પર પરથી કઢાવી નાંખીશ ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરતો હતો. નોકરી બચાવવા પરિવારને વાત કરી ન હતી.

સગીરા બીમાર પડતાં કામે ગઈ ન હતી. તેની જાણ મહેશને થતાં તેના ભાઈ મુકેશને ઘરે મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે સારવાર માટે લઈ જઈ રહ્યાં છે. જેથી પિતા સાથે સગીરા નર્સિગ હોમમાં લઈ આવ્યા હતાં, જ્યાં સગીરા ગર્ભવતી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. ડોક્ટરે ઉંમર પૂછતાં મુકેશે 19 વર્ષ જણાવી હતી. તેમજ રજિસ્ટરમાં પિતાનું નામ લખાવ્યું હતું. ગર્ભપાત કરાવી ઘરે મોકલી હતી. પિતાએ સગીરાની પૂછતાછ કરતાં મહેશનું નામ જણાવ્યું હતું. મહેશ જ્યારે મળતો ત્યારે મારી નાંખવા ધમકાવતો હતો. આ અંગે તેના પિતાને જાણ કરી હતી. પિતાના મિત્રએ હિંમત આપતાં તે કોસંબા પોલીસમાં મહેશ પટેલ અને ભાઈ મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...