ફરિયાદ:યુવતી સાથે ટિકટોક વીડિયો બનાવી ધમકી આપતાં યુવક સામે ફરિયાદ

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના ધામરોડ ગામની સીમમાં રહેતી એક યુવતી સાથે તેની સાથે કામ કરતાં એક ઈસમે દોઢ વર્ષના અરસામાં એક ટીકટોક વીડિયો બનાવ્યો હોય. આ વીડિયો સંદર્ભે યુવતીને આ ઈસમે આ વીડિયો પોલીસમાં આપશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. યુવતીએ કંટાળીએ આ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધામરોડ ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાં યુવતી કામ કરતી હતી. આ દરમિાયન તેની સાથે કામ કરતાં સુરેશભાઈ શામજીભાઈ ગરજિયાએ યુવતી સાથે ટિકટોક વીડિયો તેના ફોનમાં બનાવ્યો હતો. આ વીડિયો સંદર્ભે સુરેશ સગીરાને અવાર નવાર ધાકધમકી આપીને જણાવતો હતો કે જો આ વીડિયો બાબતે તુ ફરિયાદ કરશે અથવા મારુ ક્યાંક નામ આવશે તો તને તથા તારા પિતાને જાનથી મારી નાંખીશ. અંતે કંટાળીને સુરેશભાઈ વિરુદ્ધ સગીરાએ કોસંબા પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

યુવતી સગીર વયમાં દુષ્કર્મનો ભોગ બની હતી
યુવતીએ સુરેશ પર વીડિયો બાબતે ફરિયાદ નોંધાવી છે. તે સગીરા અગાઉ પણ પુરુષોની હેવાનીયતનો શિકાર બની છે. તેની સાથે કામ કરતાં એક યુવકે સગીર અવસ્થા દુષ્કર્મ કર્યું હતું. યુવતી સગીર વયમાં ગર્ભવતી બની હતી અને દુષ્કર્મ કરનારના ભાઈએ સગીરાનો ગર્ભપાત કરાવ્યો હતો. યુવતીએ બંને ભાઈ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...