મારી નાખવાની ધમકી:હથુરણના તલાટીને ધાકધમકી આપનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ

કોસંબા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમે કેમ વિધવા મહિલાના ફોર્મ ભરતા નથી કહી પંચાયત કચેરીની અંદર જ ઝઘડો કરવામાં આવ્યો

માંગરોળ તાલુકાના હથુરણ ગામે ગ્રામ પંચાયતની ઓફિસમાં આવી મહિલા તલાટી કમ મંત્રી સાથે રાજકિય પાર્ટીની એક મહિલા કાર્યકર્તાએ રોફ જમાવી તલાટી કમ મંત્રી સાથે ગેરવર્તણૂક કરી સરકારી કામમાં રુકાવટ ઊભી કરી તલાટી કમ મંત્રી ને જાનથી મારી નાખવાની ધમકી આપી ના લાયક ગાળો આપી તલાટી કમ મંત્રીને ખોટા આક્ષેપો કરી બદનામ કરવાનું કાર્યકર્તા તલાટી કમ મંત્રીએ મહિલા કાર્યકર વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

ગામના તલાટી-કમ-મંત્રી જયશ્રી ડામોર દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦મી મેના રોજ પલોડ ગામ ખાતે ગણપતભાઇ વસાવાની મહુવેજ જૂથ પાણી પુરવઠા યોજના ની મીટીંગમાં ગયા હતા ત્યાં ગામના સલમાબેન મિટિંગમાં મળ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આદિવાસી બહેનોના વિધવા પેન્શન ના ફોર્મ કેમ ભરતા નથી. જેથી જયશ્રીબેને અને સલમા બહેનને જણાવેલ કે આવતીકાલે તમે હથુરણ ગામ પંચાયત ખાતે આવજો જેણે એમ જણાવ્યું છે કે તલાટી કમ મંત્રી ની વિધવા મહિલાઓના ફોર્મ ભરતા નથી તેને લેતા આવજો આમ જણાવ્યા બાદ ત્યાંથી ચાલી ગયા હતા અને બીજા દિવસે ગ્રામ પંચાયતની ઓફિસમાં આવ્યા ન હતા.

પરંતુ 27 મેના રોજ સાડા દસ વાગ્યે ગ્રામ પંચાયતમાં તલાટી જયશ્રીબેન હાજર હતા ત્યારે ત્યાં સવારે ગ્રામ પંચાયતના સભ્યો સરપંચ ઉપસરપંચ વગેરેની સામાન્ય સભા હોય 11:30 વાગે સભા પત્યા બાદ ગામના એક વ્યક્તિ જયેશ ભાઈ બાલુ ભાઈ પરમાર પંચાયતમાં પેઢીનામું બનાવવા માટે આવ્યા હતા તેના સાક્ષીમાં સલમાબેન અમીર ખાન પઠાણ સાક્ષી તરીકે સહી કરવા આવ્યા હોય તે દરમિયાન સલમાએ ફરી એકવાર વિધવા પેન્શનનું ફોર્મ કેમ નથી ભરતા તેમજ આદિવાસી વિધવા બહેનોના વિધવા પેન્શન ના ફોર્મ કેમ નથી કરતા તેમ ઊંચા અવાજે જોરજોરથી ટેબલ ઉપર હાથ પછાડી જયશ્રીબેનને નાલાયક ગાળો આપવા માંડ્યા હતા સલમાબેન મોદી સપોર્ટર એસોસિયેશન ભારતના ગુજરાત પ્રદેશ મહિલા પ્રકોસ્થના મહામંત્રી છે તેવું કહી તેમનું આઇડેન્ટી કાર્ડ ટેબલ ઉપર તલાટી કમ મંત્રી જયશ્રીબેન ઉપર હાથ ઉગમતા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અબ્બાસભાઈ બોડી વચ્ચે પડ્યા હતા, તેઓને પણ સલમા બેન ગાળો આપી અભદ્ર વર્તન કર્યું હતું.

આ સમયે ગ્રામ પંચાયતના સરપંચ ગણેશભાઈ પંચાયતના સભ્યો વગેરે હાજર હોય હાજરીમાં સલમા બેને તલાટી કમ મંત્રીને નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તલાટી-કમ-મંત્રી જયશ્રી બેને સલમાબેન વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તેમના ઉપર ખોટા આક્ષેપ કરી બદનામ કરવા બદલ તેમજ ના-લાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સરકારી કામમાં રુકાવટ કરવા બદલ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...