ટ્રાફિક સમસ્યા:સાવા પાટિયા પર બ્રિજના ખાડા જોખમી

કોસંબા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવા પાટીયા અને નંદાવ ઓવરબ્રિજના માર્ગ પર પડેલા ખાડા. - Divya Bhaskar
સાવા પાટીયા અને નંદાવ ઓવરબ્રિજના માર્ગ પર પડેલા ખાડા.
  • માર્ગ પર પડેલા ખાડાઓને કારણે ટ્રાફિક સમસ્યામાં પણ વધારો

નેશનલ હાઈવે નં 48 ઉપર માંગરોળ તાલુકાના સાવા પાટિયા અને મહુવેજ ચાર રસ્તા ઉપર આવેલા ઓવરબ્રીજની ઉપર પડેલા ખાડાઓનું બ્રીજ બનાવનાર એજન્સી દ્વારા સમયસર મરામત થતી ન હોય. છાસવારે સર્જાતા ટ્રાફિક જામથી આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે.

માંગરોળ તાલુકાના સાવા પાટિયા ચાર રસ્તા અને મહુવેજ નંદાવ ચાર રસ્તા ઉપર નેશનલ હાઈવે નં 48 ઉપર બનેલા બ્રીજ શરૂઆતથી જ ગુણવત્તાના મામલે ઉણા ઉતરા છે. શરૂઆતથી બ્રીજની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઊભા થયા હતાં. તે આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે. ઓવરબ્રિજ ચઢતાં અને ઉતરતાં જેમાં સુરતથી અમદાવાદ તરફ અને અમદાવાદથી સુરત તરફ બંને બ્રીજ પર ખાડા પડ્યા છે. જેને કારણે હાઈવે પરથી પસાર થતો ટ્રાફિક ધીમીગતિએ પસાર થાય છે અને છાસવારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

આ ઓવરબ્રિજ બન્યા બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામ આપ્યા પહેલ બ્રીજનું કામપૂર્ણ થયા બાદ અમુક વર્ષ સુધી આ બ્રીજની મરામત કરવાની જવાબદારી કામકરનાર એજન્સીની થતી હોય. એજન્સી હરિયાણાથી આ કામ માટે આવી હોય. આ કામ પૂર્ણ થયા બાદ પોતાના બિસ્તરા પોટલા સમેટી ભાગી છુટી છે. બ્રીજ પર પડેલા ખાડાઓને એજન્સી દ્વારા સમયસર મરામત કરવામાં આવતા નથી. જેથી કરીને લાંબા સમય સુધી પડેલા ખાડા સમસ્યા સર્જી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...