કાર્યવાહી:ધામડોદની હદમાંથી બાયો ડીઝલનું કારખાનું ઝડપાયું, 65 લાખથી વધુ માલ કબજે લેવાયો

કોસંબા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના ધામડોદ ગામની હદમાંથી બાયોડીઝલ બનાવવાનું કારખાનું પોલીસે બાતમી આધારે ઝડપી પાડયુ હતું. પોલીસ દ્વારા મળેલ પ્રાથમિક માહિતી પ્રમાણે પોલીસે 65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે, મોડી રાત્રે પણ કાર્યવાહી ચાલુ છે.

કોસંબા પોલીસના પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ રશ્મિકાંત બાતમી મળી હતી, માંગરોળ તાલુકાના ધામદોડ ગામની હદમાં એક કારખાનામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પ્રોબેશન પિરિયડના ડીવાયએસપી મયુર સિંહ રાજપુતની સૂચના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી. ત્યાં મોટા પ્રમાણમાં બાયોડીઝલ બનાવવાનું કારખાનું મળ્યું હતું. પોલીસે કારખાનામાં બનેલું બાયોડીઝલ ને અન્ય સ્થળે વેચવા માટે રાખવામાં આવેલ ત્રણ ટેમ્પા, 80 હજાર રૂપિયા રોકડા, 10,000 થી વધુ લીટર બાયો ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મોદી રાત્રે બાયોડીઝલ ચલાવનારા કારખાનાના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા હાથ ધરી હોય, વધુ માહિતી ગુનો નોંધાયા બાદ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...